તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાન:થર્ટી ફર્સ્ટની રાત્રે મહેફિલ માણનારાઓને પકડવા પોલીસ ખાનગી વાહનો, બાઇક પર પેટ્રોલિંગ કરશે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
{ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરાયું. - Divya Bhaskar
{ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરાયું.
  • કોરોનાને લીધે માણસો ભેગા કરી સાદી પાર્ટી પણ નહી કરી શકાય જો પકડાશોે તો ગાઇડલાઇન મુજબ ગુનો દાખલ થશે

31 ડિસેમ્બરની ઉજવણીને આડે આજે હવે એક દિવસ જ બાકી રહ્યો છે. ત્યારે જિલ્લામાં છાના ખુણે દર વર્ષે પાર્ટીઓનું આયજન કરવામાં આવતુ હોય છે. એક તરફ પાર્ટીના શોખીનો મોજ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે સામે નિયમોનો ભંગ કરનારને પકડવા માટે પોલીસે પણ તખ્તો તૈયાર કરી દીધો છે. 31 ડિસેમ્બરની રાતે 3 ડીવાયએસપી, 9 પીઆઇ, 40 પીએસઆઇ અને 450થી વધુ પોલીસની ટીમ રસ્તાઓ ઉપર આવીને સતત પેટ્રોલીંગ કરશે.

તેના માટેની સ્કીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. પોલીસ પાસે જેટલા બાઇક છે તે તમામ બાઇક શેરીઓના અંદરના ભાગમાં પણ પેટ્રોલીંગ કરશે. આ ઉપરાંત હોટલોમાં યોજાતી મહેફિલ અને ખાસ કરીને સીમ વિસ્તારમાં આવેલી અંતરીયાળ વાડીઓ પણ પોલીસના ટારગેટમાં છે.દારૂની મહેફિલ માણતા લોકોને પકડવા પોલીસ આખી રાત પેટ્રોલીંગ કરશે.

પોલીસ વાહનમાં પાર્ટી કરનારાઓને પકડવા મુશ્કેલ
સામાન્ય રીતે આવા સમયે રાજાપાટમાં બહાર નિકળેલા લોકો પોલીસના વાહનોને જોઇને સાવચેત બનીને રસ્તો બદલી લેતા હોય છે. અને આથી આવા લોકોને પકડવા પોલીસ માટે મુશ્કેલ બની જતા હોય છે. પરંતુ આ 31 ડિસેમ્બરના દિવસે ગુનેગારોની નજરથી બચે તે માટે સૌ પ્રથમવાર ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરશે.

જિલ્લામાં પ્રવેશતા હાઇવે પર 6 જગ્યાએ ચેક પોસ્ટ ધમધમતી કરી, બાજ નજર રખાશે
જિલ્લામાં આવતા વાહનો અને લોકો ઉપર નજર રાખવા માટે ખાસ કરીને જિલ્લામાં જે જગ્યાએથી પ્રવેશી શકાય છે તેવા હાઇવે અને રસ્તા પર છ જગ્યાએ ચેકપોસ્ટ બનાવી છે. જેમાં મજેઠી, સોલડી, મેરા, પાણશીણા અને મોલડી ચેકપોસ્ટ ઉપર પોલીસ વાહનોનું ચેકિંગનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ માટે જિલ્લામાં 3 ડીવાયએસપી, 9 પીઆઇ, 40 પીએસઆઇ અને 450થી વધુ પોલીસ જવાનો ઉજાગરો કરશે

જગ્યાના માલિક, આયોજક સહિત તમામ સામે કેસ થશે
31 ડિસેમ્બરના દિવસે જિલ્લામાં ઘણા લોકો ભેગા થઇને ઉજવણી કરતા હોય છે. કોઇ જગ્યાએ દારૂની મહેફિલ પણ માણતા હોય છે. કોરોનાના કપરા સમયમાં આવી મહેફિલનું આયોજન કરનાર, જગ્યાના માલિક અને તેમાં આવનાર તમામ સામે ગાઇડલાઇન મુજબ ગુના દાખલ કરવામાં આવશે. - મહેન્દ્રકુમાર બગડીયા, ડીએસપી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો