ટુર્નામેન્ટ:જિલ્લા સરકારી કચેરી એડમિનિસ્ટ્રેટિવ કપ ટુર્નામેન્ટમાં પોલીસ ટીમ ચેમ્પિયન

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સી.યુ. શાહ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં 4 ટીમ વચ્ચે ટુર્નામેન્ટ યોજાઇ હતી

સુરેન્દ્રનગર જિલ્લા સરકારી કચેરી એડમિનિસ્ટ્રેટિવ કપ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં 4 ટીમે ભાગ લેતા સી.યુ. શાહ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં મેચ રમાઇ હતી. જેની ફાઇનલમાં જિલ્લા પંચાયત ટીમને હરાવી પોલીસ ટીમ સતત બીજા વર્ષે ચેમ્પિયન બની હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓના કર્મચારીઓ વચ્ચે ભ્રાતૃત્વભાવના વધે અને અને સંકલનમાં વધારો થાય માટે કચેરીઓની ક્રિકેટ ટીમ વચ્ચે દર વર્ષે એડમિનિસ્ટ્રેટિવ કપનું આયોજન કરવામાં આવે છે. આથી અ વર્ષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.યુ. શાહ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ રાજકોટ રોડ પર પોલીસ, જીઇબી, જેટકો, જીલ્લા પંચાયત ટીમ વચ્ચે ક્રિકેટ જંગ ખેલાયો હતો.જેમાં ઉતકૃષ્ટ રમતનું પ્રદર્શન કરતા જિલ્લા પંચાયત અને પોલીસની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં જિલ્લા પંચાયત ટીમે ટોસ જીતી બેટિંગ પસંદ કરી 10 વિકેટે 19 ઓવરમાં 95 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં પોલીસ ટીમે 4 વિકેટના નુકસાને 16 ઓવરમાં 96 રન કરી ચેમ્પિયન બન્યા હતા. આમ સતત બીજા વર્ષે પોલીસ ટીમ વિજેતા બનતા ટ્રોફી આપી સન્માન કરાયું હતું. આ ફાઇનલના મેન ઓફ ધ મેચ યશપાલસિંહ પરમાર અને મેન ઓફધ સિરિઝ નિકુલસિંહ ઝાલાને જાહેર કરાયા હતા. આ પ્રસંગે ડીવાયએસપી પટેલ તથા આરએસઆઇ ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...