પાટડીના સલી ગામે રહેણાંક મકાન પાસેથી પીકઅપ ગાડીના ચોરખાનામાંથી વિદેશી દારૂની 288 બોટલો ઝડપાઇ છે. જેમાં સુરેન્દ્રનગર એલસીબી દ્વારા દરોડા પાડી રૂ. 2.08 લાખના મુદામાલ સાથે નાસી છુટેલા બે આરોપીઓ વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.
પાટડી તાલુકાના સલી ગામે રહેતા ભોલાભાઇ વરસંગભાઇ ઠાકોર તથા આદરીયાણા ગામના જામાભાઇ ભોપાભાઇ ઠાકોર બંને ભેગા મળી આરોપી ભોલાભાઇ ઠાકોરના સલી ગામના રહેણાંક મકાન પાસે શેરીમાં મહિન્દ્રા પીકઅપ ગાડીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂનો જથ્થો ભરીને રાખ્યો હોવાની મળેલી પાકી બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફે છટકું ગોઠવી અને અચાનક દરોડો પાડ્યો હતો.
સુરેન્દ્રનગર એલસીબીએ આ દરોડામાં મહિન્દ્રા પીકઅપ ગાડીને ઝબ્બે કરી સઘન તપાસ કરતા ગાડીના પાછળના ઠાઠાના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ 228, કિંમત રૂ:-108000 અને મહિન્દ્રા પીકઅપ ગાડી કિંમત રૂ.1,00,000 મળી કુલ રૂ.208000નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. અને આ અંગે ઘટનાસ્થળેથી નાસી છૂટેલા સલી ગામે રહેતા ભોલાભાઇ વરસંગભાઇ ઠાકોર તથા આદરીયાણા ગામના જામાભાઇ ભોપાભાઇ ઠાકોર વિરૃદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના પી.એસ.આઈ. ચલાવી રહ્યાં છે. સુરેન્દ્રનગર એલસીબીના આ દરોડામાં પી.આઇ વી.વી.ત્રિવેદી, પીએસઆઇ વી.આર.જાડેજા, હિતેશભાઇ, જયેન્દ્રસિંહ અને અનિરુદ્ધસિંહ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.