તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાશ અંગે ખુલાસો:ઢોકડવા ગામે જુગાર અંગે રેડ કરતા ભાગેલા યુવાનની કુવામાંથી લાશ મળી આવતા પોલીસે ઘટસ્ફોટ કર્યો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
ઢોકડવા ગામે જુગાર અંગે રેડ કરતા ભાગેલા યુવાનની કુવામાંથી લાશ મળી આવતા પોલીસે ઘટસ્ફોટ કર્યો
  • યુવાન જુગાર રમવા આવ્યો હતો અને પોલીસ રેડ કરે તે પહેલાં ભાગી છૂટ્યો હતો
  • ભાગેલા યુવાની લાશ સવારે મળી આવી હતી

ચોટીલા પંથકમાં ભીમઅગિયારસ આવતી હોવાથી જુગાર રમવાનું અહીંના લોકો મહત્વ ધરાવતા હોય છે. જેને લઈને નાની મોલડી પોલીસે મોડી રાતે ઢોકડવા ગામે જુગાર અંગે રેડ કરતા 7 ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

રેડ કરતા પોલીસે 7 ઇસમોને ઝડપી પાડ્યા

ચોટીલાના ઢોકડવા ગામે જુગાર અંગે રેડ કરતા પોલીસે 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે ઢોકડવા ગામનો ભાવેશભાઈ હદાણી નામનો યુવાન જુગાર રમવા આવ્યો હતો. પરંતુ પોલીસ રેડ કરે તે પહેલાં વંડી કૂદીને નાશી છૂટ્યો હતો. જુગાર અંગે રેડ પડી હોવાની મૃતક યુવાનના પરિવારના સભ્યો નાની મોલડી પોલીસ મથકે દોડી આવ્યા હતા.

પરિવારે શોધખોળ કરતા કુવામાંથી લાશ મળી આવી

અને જુગારમાં કોણ કોણ ઝડપાયું છે તે અંગે જાણવા મળ્યા બાદ ભાવેશભાઈ નામના યુવાનની તેના પરિવારે શોધખોળ કરતા કુવામાંથી લાશ મળી આવી હતી. અને વંડી કૂદીને ભાગી છુટેલા ભાવેશ પાછળ બે પોલીસ ગયેલી જેના સગડ પણ મડ્યા હોવાનું પરિવારે જણાવ્યું હતું. અને અંધારામાં કુવા પડેલા આ યુવાન અંગે અમને જાણ કરી હોત તો આ યુવાન યુવાન બચી ગયો હોત. આ અંગે જવાબદાર સામે પણ ગુનો દાખલ કરી અમને ન્યાય મળે તેવી અમારી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...