તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:મોરબી પાસેથી પોલીસે વિદેશી દારૂની 203 બોટલો સાથે કાર ઝડપી, રૂ. 3.76 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટંકારા તાલુકાનાં ઘુનડા ગામના બે શખ્સોની અટકાયત કરાઇ
 • એક શખ્સનું નામ ખૂલ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી

મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી કાર પસાર થઈ રહી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસે તેને રોકીને તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની 203 બોટલો અને કાર મળીને પોલીસે હાલમાં રૂ. 3.76 લાખના મુદ્દામાલ સાથે ટંકારા તાલુકાનાં ઘુનડા ગામના બે શખ્સોની ધરપકડ કરેલ છે અને એક શખ્સનું નામ ખૂલ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને પકડી

મોરબી તાલુકાનાં પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયા એ સર્વેલન્સ સ્ટાફને વધુમાં વધુ પ્રોહીબિશન અને જુગારના કેસો કરવા સુચના આપેલ હતી. જેથી પી.એસ.આઈ આર.એ.જાડેજા અને સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. ત્યારે મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી એક હ્યુન્ડાઇ કંપનીની કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને રોકવા જતા મજકુર ઇસમો કાર લઇ ભાગવા જતા તેનો પીછો કરી કારને આંતરી ઉભી રખાવી હતી. અને કાર ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 203 બોટલનો જથ્થો તેમાથી મળી આવ્યો હતો.

માલ મોકલનાર ગણેશ કોળીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા

જેથી કરીને પોલીસે રૂ. 76,125ની કિંમતનો 203 બોટલો, એક હ્યુન્ડાઇ કંપનીની આઇ20 કાર રજી.નં.GJ-13-NN- 7216 એમ કુલ મળીને રૂ. 3,76,125નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. અને આરોપી ધર્મેશ બરાસરા (જાતે પટેલ) (ઉ.વ .27) રહે. ઘુનડા (સજજનપર) તેમજ મહેન્દ્ર પાટડીયા જાતે કોળી (ઉ.વ .20) ઘુનડા (સજજનપર) વાળાની ધરપકડ કરી છે. અને આ માલ મોકલનાર ગણેશ કોળીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી પોલીસની આ કામગીરીમાં પી.એસ.આઈ આર.એ.જાડેજા, નરવિરસિંહ જાડેજા, સુરેશ હુંબલ, જયસુખ વસીયાણી, યોગીરાજસિંહ જાડેજા, ફતેસંગ પરમાર, જયદીપ પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા, પંકજભા ગઢડા, રવિરાજસિંહ ઝાલા અને જયેશ ચાવડાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો