લોક દરબાર:‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્ર સાર્થક કરવા પોલીસ તત્પર; પોલીસ વડા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરાયુ હતુ. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરાયુ હતુ.
  • જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો પાસેથી તેમની સમસ્યાઓ તથા સુજાવ લેવામાં આવ્યા હતા.જ્યારે લોકોની સમસ્યા દૂર કરવા સૂચનો કરાયા હતા. ત્યારબાદ વાર્ષિક ઈન્સપેક્શન, રેકર્ડ તપાસ, પરેડનું પણ આયોજન કરાયું હતું.સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા હરેશભાઇ દૂધાતની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો પાસેથી શહેરની સમસ્યાઓ જાણવામાં આવી અને તેમના સુજાવ લેવામાં આવ્યા હતા.જેમાં લોકોએ શહેરમાં રસ્તા પર ટ્રાફિક તથા લારીઓ અને ઢોરના ત્રાસની રજૂઆત કરી હતી.

જ્યારે મહેતા માર્કેટમાં મોટા વાહનોની પ્રવેશબંધી નિયમ પાલન કરાવવું, શહેરમાં અકસ્માત નિવારવા બમ્પ મુકાવવા સહિત પ્રશ્ન રજૂ થયા હતા. જ્યારે પોલીસ પ્રજાની મિત્ર સૂત્ર સાર્થક કરવા પોલીસ પરિવાર સદાય તત્પર હોવાથી નાગરિકો પોલીસની જરૂરિયાત સમયે નિ:સંકોચપણે સંપર્ક કરે તેવી અપીલ કરાઇ હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઈન્સ્પેક્શન, રેકર્ડ તપાસ તથા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં ડીવાયએસપી એચ.પી. દોશી, પીઆઇ સહિત સીટી એ ડિવિઝન પોલીસ ટીમ સહિત વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...