તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્જેક્શન કેસ:અભય-કેતનને લઈ પોલીસ અંક્લેશ્વર પહોંચી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભયે 40થી વધુ ઇન્જેક્શન ચોર્યાની શંકા
  • કંપનીમાંથી અન્યની સંડોવણીની સાથે કઈ રીતે ઇન્જેક્શન ચોર્યાની તપાસ કરાશે

સુરેન્દ્રનગરમાં મ્યુકોર માઇકોસિસનાં ઇન્જેક્શન સાથે પકડાયેલા શખ્સની તપાસમાં એક પછી એક 8 આરોપીની ધરપકડ થઈ છે. ઇન્જેક્શનનું પગેરું છેક અંકલેશ્વરની લેબોરેટરી સુધી પહોંચતાં સમગ્ર કાંડના મુખ્ય 2 સૂત્રધારને લઈને સુરેન્દ્રનગર ડી સ્ટાફની ટીમ તપાસ માટે અંકલેશ્વર પહોંચી છે.

મ્યુકોર માઇકોસિસનાં ઇન્જેક્શન સાથે લીંબડીના દલસુખ પરમારને પકડી લીધો હતો. બાદ સુરેન્દ્રનગર, ગાંધીનગર અને અંકલેશ્વરના એમ કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં અંકલેશ્વરની લાયકા લેબમાં કામ કરતો અભય અને તેની પાસેથી ઇન્જેક્શન ખરીદનારો કેતન આ બંને સમગ્ર કેસના મુખ્ય સૂત્રધાર છે. અભય અને કેતનને લઈને ડી સ્ટાફની ટીમ અંકલેશ્વર પહોંચી છે. જ્યાં આરોપી અભય લેબમાંથી ઇન્જેક્શન કેવી રીતે બહાર કાઢતો હતો તેમ જ તેની સાથે પણ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં, તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક પૂછપરછમાં અભયે અત્યાર સુધીમાં કંપનીમાંથી 40 ઇન્જેક્શનની ચોરી કબૂલી હતી. જોકે અભયે 40 નહીં વધુ ઇન્જેક્શન ચોરીને વેચી દીધાં હોવાની પોલીસને શંકા છે. આ બાબતે પણ કંપનીમાં તપાસ હાથ ધરાઈ છે. આ કેસમાં હજુ બીજા આરોપીઓનાં નામ ખૂલવાની પોલીસને આશા છે.

અન્ય સમાચારો પણ છે...