તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણીઓ જુગાર:જિલ્લામાં સરેન્દ્રનગર, ચુડા, મૂળી, પાટડીમાં પોલીસના જુગાર પર દરોડા

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચુડાના જોબાળા ગામે જુગાર રમતા 8 ઝડપાયા. - Divya Bhaskar
ચુડાના જોબાળા ગામે જુગાર રમતા 8 ઝડપાયા.
  • 28 શખસને રૂ.1,53,240ના મુદામાલ સાથે ઝડપી જુગારનો ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી જુગારની બદીને નાબtદ કરવા પોલીસ વડાની સtચનાને લઇ જિલ્લામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર, ચુડા, મtળી, પાટડીમાં દરોડામાં 28 શખસને 1,53,240ના મુદામાલ સાથે ઝડપી જુગાર ધારા અંગે ગુનો નોંધાયો હતો.

જોરાવરનગર જૈન સમાજની વાડી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની હકીકત મળતા પીએસઆઇ એન.એચ.કુરેશીની સુચનાથી પોલીસ ટીમે દરોડો પાડયો હતો. જયાથી જોરાવરનગર માં જ રહેતા શૈલેષ વિનુભાઇ વોરા,યાસીન હાતીમભાઇ ચુડાસમા,કોમિલ હાતીમભાઇ ચુડાસમા,સંદિપ ભૂપતભાઇ ચૌહાણ,સોહિલ ફારૂકભાઇ કાઝી,વિજય ગોરધનભાઇ,મહાવિરસિંહ વિજયસિંહ જાડેજા ને જુગાર રમતા પકડી લીધા હતા. તેમની પાસેથી કુલ રૂ.11430 રોકડા મળી આવ્યા હતા.

ચુડા તાલુકાના ભૃગુપુર ગામે રેશનકાર્ડની દુકાન પાસે જુગાર રમતા હરેશ રણછોડ ગોવિંદીયા, મેહુલ ભરત જાંબુકીયા અને ગણપત રમેશ પરાલીયાને પોલીસે11,250 રૂ.ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જોબાળા ગામે નાગનેશ ગામની સીમમાંથી તીન પત્તીનો જુગાર રમતા ધર્મેન્દ્ર જેમા શેખ, કાંતી થોભણ ડાભી,ભરત વશરામ પંચાળા, બટુક બાબુ ઠોળીયા, રાજુ જગા પટેલ, અરવિંદ વીનુ લીંબડીયા, ભરત વીરજી મેતલીયા અને રાજેશ હનુ મકવાણાન ઝડપી પાડ્યા હતા.પકડાયેલા શખ્સો પાસેથી 42,060 રૂપિયા રોકડ,મોબાઈલ, વાહનો સહિત 1,08560 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દરોડામાં એચ.જી.ગોહીલ ભરતભાઈ સભાડ, ધમભા ચૌહાણ, શિવરાજસિંહ રાણા સહિતના રોકાયા હતા. ભૃગુપુર અને જોબાળા ગામેથી 11 જુગારી પાસેથી 1,19,810 રૂ.નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

મૂળી પીએસઆઇ એસએસવરૂનાં માર્ગદર્શન હેઠળ અનિરુદ્ધસિંહ ઝાલા અર્જુનસિંહ, મહાવિરસિંહ, કૃણાલસિંહ સહિતનાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે અર્જુનસિંહ પરમારને માહિતી મળી હતીકે ગઢાદ ગામે રહેણાક વિસ્તારમાં જગદિશસિંહ નટુભા પરમારનાં વાડામાં ખુલ્લામાં જુગાર રમાય છે જેથી રેડ કરી હરદેવસિંહ બટુકસિંહ પરમાર,ધનશ્યામભાઇ રાયસંગભાઇ ગળધરીયા,બટુકસિંહ અગરસિંહ પરમાર તેમજ જગદિશસિંહ નટુભા પરમારને જુગાર રમતા ઝડપી10,120 રોકડ મોબાઇલ ચાર મળી કુલ15,120નો મુદામાલ ઝડપી કાર્યવાહી કરાઇ હતી.

ઝીંઝુવાડા પોલિસે ઝીંઝુવાડામાં હરીજનવાસમાં ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા જીતુભાઇ કાશીરામભાઇ શુકલ અને મેરૂભાઇ ખુશાલભાઇ ચાવડા નામના બે શખ્સો જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ. 1430 સાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે મીઠાઘોડા ગામેથી રણજીતભાઇ ઉર્ફે ચકો ગોરધનભાઇ ઝીંઝુવાડીયા અને ગોવિંદભાઇ પાલાભાઇ મકવાણા નામના બે શખ્સો જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ. 2640 સાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે ઝીંઝુવાડા રાજવાડી છ ઘરના માઢમાંથી જાહેરમાં ઘોડી પાસા વડે અલગ અલગ ચિત્રો વાળા પાથરણા ઉપરનો જુગાર રમી રમાડી રોકડા રૂ. 2810 સાથે ઝડપાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...