કાર્યવાહી:હળવદના નવી જોગડમાં ધમધમતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી, આઠ ઝડપાયા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના નવી જોગડમાં ધમધમતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી, આઠ ઝડપાયા - Divya Bhaskar
હળવદના નવી જોગડમાં ધમધમતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી, આઠ ઝડપાયા
  • પોલીસે રૂપિયા 13 હજારનો મુદ્દામાલ કબ્જો કર્યો

હળવદ તાલુકાના નવી જોગડ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો કરી જુગાર રમતા આઠ શખ્સોને રૂપિયા 13 હજારની રોકડ સાથે ઝડપી લઇ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

હળવદમાં જુગારીયાઓ પટમાં આવ્યા હોય તેમ રોજબરોજ જુગાર રમતા પ્રેમીઓ પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે. ત્યારે તાલુકાના નવી જોગડ ગામે રહેણાક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પી.આઈ પી.એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ જી.પી ટાપરિયા,મુમાભાઈ કરોત્રા, જયપાલસિંહ ઝાલા,યોગેશ દાન ગઢવી,હરપાલ સિંહ રાઠોડ સહિતનાઓએ હકીકત વાળી જગ્યાએ રેડ કરતા આઠ પતા પ્રેમીઓને પતા ટીચતા રંગેહાથ ઝડપી લીધા હતા

પોલીસ દ્વારા જુગારના પટમાંથી રૂપિયા 13 હજાર 380ની રોકડ તેમજ આરોપી અક્ષય મજેઠીયા, પરબત કોળી,પ્રહલાદ સુરેલા, બાબુ લોદરીયા, પ્રહલાદ ઢવાણિયા, મુકેશ ફુલતરિયા, દિનેશ સુરેલા અને સંદીપ કોળી સહિત આઠને ઝડપી લઇ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ભરત મજેઠીયા જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...