તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચારી બનાવ:પોલીસે શનિવારે મોડી રાત્રે જુગારના અડ્ડે રેડ પાડી, બચવા માટે ભાગેલો યુવાન કૂવામાં પડ્યો, સવારે લાશ મળી આવી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
ચોટીલાના ઢોકળવા ગામે પોલીસે જુગારની રેડ પાડતા ભાગદોડ મચી, અંધારામાં એક યુવાન ભાગવા જતા કૂવામાં પડતા મોત થયુ
  • પરિવારજનો દ્વારા સવારે યુવાનની શોધખોળ કરતા લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર

ચોટીલા તાલુકાના ઢોકળવામાં પોલીસ દ્વારા જુગારની રેડ કરાતા નાસભાગ મચી હતી. બનાવમાં એક શખસનું 75 ફૂટ ઉંડા કૂવામાં પડતા મોત થતા ચકચાર ફેલાઇ હતી. બીજી તરફ પોલીસને જાણ હોવાનો પરિવારે આક્ષેપ કરાતા આ ઘટના ચોટીલા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.

શનિવારના મોડી રાત્રે ઢોકળવા ગામે નાની મોલડી પોલીસે વાડીનાં સેઢે ઝૂપડાની અંદર ચાલતા જુગાર પર દરોડો પાડતા નાસભાગ મચેલી. જેમા 7 શખસ 71 હજારથી વધુનો મુદ્દામાલ સાથે પકડયા હતા. પરંતુ 3 જેટલા યુવાન ભાગી છૂટેલા. તેમાં 28 વર્ષનાં ભાવેશભાઇ હદાણી નજીકની વંડી કૂદી ભાગ્યા હતા. જેની લાશ સવારે શોધખોળ દરમિયાન કૂવામાં પડેલી હોવાની જાણ થતા લોકોમાં પોલીસ સામે રોષ છવાયો છે. ઘટનાની સવારે પોલીસને જાણ કરવા છતા બપોરે દોઢ વાગે ડીવાયએસપી ચેતન મુંધવા સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો અને પરિવારને ન્યાયની ખાતરી બાદ લાશ કૂવામાંથી બહાર કાઢી પીએમ માટે લઇ જવામાં આવી છે. ભાસ્કરે તપાસ કરતા જાણવા મળેલું કે ત્રણ લોકો રેઇડ પડતા નાસી છૂટેલા અને અન્ય બેને ભાગવામાં નાની મોટી ઈજા થયેલી છે. હાલ આ બનાવ આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટના સ્થળે ધારાસભ્ય સહિતના ભાજપ-કોંગ્રેસના સામાજીક આગેવાનો દોડી પહોચ્યા હતા જુગારના દરોડામાં નાસી છૂટેલા કોઇ શખસોનો ઉલ્લેખ નથી તેમજ બનાવ સ્થળના ફૂટ પ્રિન્ટ એક ખુલ્લા પગલા અને એક બુટ વાળા જોવા મળે છે અને કૂવાથી થોડા અંતરે એક કાંડા ઘડિયાળ પણ કોઈ મળેલ છે. જે પોલીસની હોવાનું મૃતકના પરિવારનું કહેવું છે. આ ઘટના અંગે ન્યાયની અપેક્ષા પોલીસ અધિકારી સમક્ષ પરિવારજનોએ રડતા રડતા કરેલ છે તે જોવાનું રહે છે ?

પરિવારના બાબુભાઇએ આક્રોશ સાથે જણાવ્યું કે સવારે કોણ પકડાયું તે જોવા પોલીસ મથકે ગયેલા. જેમા 7 લોકો હતા તેમની પાસેથી ત્રણ યુવાનો ભાગી ગયેલા તે જાણવા મ‌ળતા શોધખોળ કરતા ભાવેશ નજીકની વંડી ટપી ભાગતા પાછળ બે પોલીસ ગયેલ જેના સગડ પણ છે. અંધારામાં કુવામાં પડેલા જો પોલીસે તે સમયે કોઇને કહ્યું હોત તો અમારો જણ બચી જાત જવાબદાર સામે 302નો ગૂનો નોંધે, અમોને ન્યાય જોઇએ છે.

કૂવામાં અંધારાના કારણે પડતા મોત થયું હોવાનું અનુમાન છે
લીંબડી ડીવાયએસપી ચેતન મુંધવાએ કહ્યું- ખુલ્લા કtવામાં અજાણ્યા શખસની લાશ મળી આવતા ગ્રામજનોની મદદથી બહાર કાઢી છે તે ભાવેશ લખમણભાઇ હદાણીની ઓળખ થયેલી છે. નાની મોલડી પોલીસે ઘટના સ્થળ નજીક રાત્રે 3.30 જુગારની રેઇડ કરેલી છે. મરણ થનાર જુગાર રમવા આવેલી હોવાની પરિવારજનોને શંકા ગયેલી હોય તેની શોધખોળ કરાયેલી. પરિવાર પોલીસ સ્ટેશન પણ આવેલા. પરંતુ ભાવેશભાઇની અટક ન થયેલી હોય પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા ભાવેશ રમવા આવેલો હતો. પોલીસને આવતા જોઇને રેઇડ કરે તે પહેલા ભાગવા માંડેલ વંડીની પાછળ આવેલા કૂવામાં અંધારાના કારણે પડતા મોત થયું હોવાનું અનુમાન છે. પરિવારનો આક્ષેપ છે પોલીસને જાણ હતી કૂવામાં પડી ગયો છે? છતાં કોઇને જાણ ન કરતા ઘટના બની. જવાબદાર સામે કાર્યવાહી થશે ? તે બાબતે કહ્યું કે તપાસમાં તથ્ય હશે તે મુજબ ન્યાયિક તપાસ થશે !

અન્ય સમાચારો પણ છે...