તસ્કર ઝડપાયો:સુરેન્દ્રનગરમાંથી ચોરાયેલી રીક્ષા સાથે વાહન ચોરને પોલીસે ઝડપી પાડ્યો, 1 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ સહિતની પોલીસ ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો પાડી સુરેન્દ્રનગરમાંથી ચોરાયેલી રીક્ષા સાથે વાહન ચોરને ઝડપી લીધો હતો. આ દરોડામાં રૂ. 1,00,000ના મુદ્દામાલ સાથે આરોપીને ઝબ્બે કરી સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાતે જિલ્લાના નાસતા ફરતા આરોપી તેમજ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી કરતા ઇસમો ચેક કરવા તેમજ ગુનાહિત કૃત્ય કરતી ટોળકીઓ, છેવાડા વિસ્તારમાં આવેલા દંગા, પડાવ વગેરે જગ્યાએ કોમ્બીંગ કરવા એલસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદીને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપ્યું હતું.
બાતમીના આધારે ઝડપી પાડ્યો
જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ત્રિવેદીએ પો.સબ ઇન્સ. વી.આર.જાડેજા તથા એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં સઘન કોમ્બીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર વોચ રાખવા સુચના આપેલી હતી. જે અન્વયે એલસીબી ટીમ દ્વારા કોમ્બીંગ દરમ્યાન બાતમી આધારે ચોરી કે છળકપટથી મેળવેલી એક લીલા કાળા કલરની સીએનજી રીક્ષા રજી નં. GJ-13-AV-7218 વાળી રીક્ષા સાથે આરોપી હિતેશભાઇ રમેશભાઇ ધાંધલપરા ( જાતે ચુ.કોળી, ઉ.વ.-33, ધંધો ખેતી રહે. મુળી, અંબે માતાજીના ચોક પાસે તા.મુળી )વાળાને પકડી પાડ્યો હતો.
​​​​​​​શખ્સે ચોરીની કબુલાત કરી
આ ઇસમ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલી રીક્ષા બાબતે પુછપરછ કરતા ત્રણેક મહિના પહેલા સુરેન્દ્રનગર, મલ્હાર ચોક પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા સીએનજી રીક્ષા કિ. રૂા. 1,00,000નો મુદામાલ ગણી સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબ્જે કરી તથા મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ-41(1)ડી મુજબ કાર્યવાહી કરી સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...