તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના દેગામ અને પીપળી ગામમાંથી સાત બંદૂખો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગેરકાયદેસર હથીયારો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જીલ્લામાં અવારનવાર બનતા ફાયરીંગના બનાવોને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર હથીયારો રાખનારા ઇસમોને પકડી પાડવાની કડક સુચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. ડી.એમ.ઢોલ સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના દેગામ ગામની આંકડીયા સીમમાં અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં સાત બંદૂખો સાથે ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા,
સુરેન્દ્રનગર એલ.સી.બી.એ આ દરોડામાં દેગામના નવાઝખાન ઉર્ફે લાલો અસરફખાન જત મલેકને દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ એક બંદૂક સાથે અટકાયત કરી હતી, જ્યારે પાટડી તાલુકાના પીપળી ગામમાંથી મહમદખાન નશીબખાન જત મલેકને દેશી મઝરલોડ બંદૂક 1, 50 ગ્રામ ગન પાવડર તથા લોખંડના નાના-મોટા છરા આશરે 200 તથા પોતાના રહેણાંક મકાને સંતાડી રાખેલા દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ એક બંદૂક, દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બાર બોર બંદૂક, દેશી હાથ બનાવટનો બાર બોર સીંગલ બેરલનો તમંચો તથા લોખંડની દેશી હાથ બનાવટની પીસ્તોલ. જ્યારે સરીફખાન ઉર્ફે લાલો (રહે. દેગામ પારડી) સીંગલ બેરલ મઝરલોડ સાથે મળી આ ત્રણ શખ્સો પાસેથી કુલ રૂ. 34 હજારના કુલ સાત હથીયારો ઝબ્બે કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાત ગેરકાયદેસર હથીયારો સાથે ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરાતા આ હથીયારો હુસેનખાન કરીમખાન મલેક (રહે- જારૂસલા, તા. સાંથલ, જીલ્લો- પાટણ) ભીખાભાઇ મીસ્ત્રી (રહે- સેડલા, તા.પાટડી ) અને મુસ્તુભા ઉમેદખાન જતમલેક (રહે- દેગામ, તા.પાટડી )વાળા પાસેથી લીધા હોવાનું ખુલતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદામાલ કબ્જે કરી ગેરકાયદેસર હથીયારોના રેકેટનો પર્દાફાશ કરવા બજાણા પોલિસ મથકે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.