હળવદના જૂની જોગવાડ ગામે બે દિવસ પૂર્વે નજીવી બાબતે બે વ્યક્તિની હત્યા કરવા પ્રકરણમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે.
બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ, ગત 12 તારીખના સાંજના સમયે જુની જોગડ ગામે તળાવ પાસે ભેંસો ચરાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં ડબલ મર્ડરની ઘટના બની હતી.
આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓને ઝડપી લેવા હળવદ પી.આઈ. પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ વિક્રમભાઈ સિહોરા, દેવેન્દ્રસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી, જયપાલસિંહ ઝાલા, મુમાભાઈ કરોત્રા સહિતના પોલીસ જવાનો દ્વારા જુદી-જુદી દિશાઓમાં તપાસ હાથ ધરી હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપી સુનિલ રણજીતભાઈ, વિશાલ રણજીતભાઈ અને જયદીપ દિનેશભાઈ (રહે.બધા રામેશ્વર, જોગડ)ને ઝડપી લેવાયા છે
આ ચકચારી બનાવમાં એક કિશોરને પણ ઝડપી લેવાયો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી કોરોનાનો રિપોર્ટ કરાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.