કાર્યવાહી:વઢવાણમાં કોન્ટ્રાક્ટરના મકાનને નિશાન બનાવાર 7 ચોરને પોલીસે રાત્રે જ ઝડપી લીધા

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરવાજાનું તાળું તોડી લેપટોપ, ATM, બેંકની પાસ-ચેક બુકોની ચોરી કરી

વઢવાણ કોઠારિયા રોડ પર આવેલી સુડવેલ સોસાયટીની બાજુમાં રોયલ રેસિડન્સીમાં રહેતા કોન્ટ્રાક્ટરના મકાનના દરવાજાનું રાત્રિના સમયે તાળું પ્રવેશ કરીને લેપટોપ, એટીએમ કાર્ડ,બેકની પાસ-ચેક બુકોની ચોરી થયાની ઘટના બની હતી. બનાવની જાણ થતા જ વઢવાણ પોલીસે 7 ચોરને દબોચી લીધા હતા.

મૂ‌ળ ગીરસોમાનાથ જિલ્લાના વેળાવર તાલુકાના કીંદરવા ગામના અને હાલ વઢવાણ કોઠારિયા રોડ પર આવેલી સુડવેલ સોસાયટીની બાજુમાં રોયલ રેસિડન્સીમાં કોન્ટ્રાક્ટર નરેશભાઇ મેણસીભાઈ આમહેડા રહે છે. ત્યારે મંગળવારની રાત્રિએ તેમના મકાનના દરવાજાનું તાળાં તોડી ઘરમાં પ્રવેશ કરી લેપટોપ, એટીએમ કાર્ડ, બેંકની પાસ-ચેક બુકોની ચોરી થયાની ઘટના બનતા વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની જાણ થતા પીસઆઈ ડી.ડી.ચુડાસમા સહિતની ટીમે રાત્રિના સમયે જ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વીરપુરના કલ્પેશભાઈ સવાભાઈ ગરાસીયા, અજીતભાઈ રામલાલ, અરવલીના કિરીટભાઈ અરવિંદભાઈ, દાહોદના અજયભાઈ સણીયાભાઈ, સુરેશભાઈ રમણભાઈ, સુનીલભાઈ રમણભાઈ અને અજયભાઈ દિનેશભાઈને દબોચી લીધા હતા. આ બનાવમાં પોલીસે રૂ. 30,000ની કિંમતનું લેપટોપ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...