તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બજાણા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે રાજસ્થાનથી ઝાલાવાડમાં ટ્રકમાં આવતો વિદેશી દારૂ ઝબ્બે કર્યો હતો. બજાણા પોલીસે વિદેશી દારૂની 636 બોટલો, મોબાઇલ અને ટ્રક મળી કુલ રૂ. 7.45 લાખના મુદામાલ સાથે રાજસ્થાનના બે આરોપીઓને ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજસ્થાનથી મોટા પાયે ઝાલાવાડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઠલવાતો હોવાની મળેલી પાક્કી બાતમીના આધારે બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા સહિતના પોલીસ સ્ટાફે છટકુ ગોઠવી બજાણાથી માલવણ ચોકડી તરફ આવતી રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર RJ-19-GB-1481ને હાઇવે બ્લોક કરીને આંતરીને સઘન તલાશી લેતા ટ્રકમાંથી રાજસ્થાન જોધપુરના બિલાડા ગામના 29 વર્ષના લાલુખાન અલબરખાન મીર અને રાજસ્થાન જોધપુરના મંડોરના રૂડકલી ગામના 35 વર્ષના પ્રેમારામ જગદિશરામ બિષ્નોઇને પકડીને સઘન તલાશી લેતા રાજસ્થાન પાસીંગની ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 636, કિંમત રૂ. 2,38,500, રોકડ રૂ. 2,200, મોબાઇલ કિંમત રૂ. 5,000 અને ટ્રક કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 7,45,700ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બંને આરોપીઓને ઝબ્બે કરી આ કેસના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ વી.એન.જાડેજા સાથે અજયસિંહ ઝાલા, સુરેશ મુંધવા, રાજેશ મીઠાપરા અને શિવા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યા છે.
ઝીંઝુવાડા પોલીસે રૂ. 2.79 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝબ્બે કરી
ઝીંઝુવાડા પીએસઆઇ વી.પી.મલ્હોત્રા, મહાદેવ વણોલ, વિભા હતવાણી અને જયેશ મકવાણા સહિતના પોલીસે સ્ટાફે બાતમીના આધારે પાડીવાડા ગામે દરોડો પાડી વિદેશી દારૂ ભરેલી ઇકો કારને આંતરીને કારમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 797, કિંમત રૂ. 79,700 અને ઇકો ગાડી, કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 2,97,700ના મુદામાલ સાથે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવ ગામના 35 વર્ષના હિરા રામચંદ મોવેસીયા ( ઠાકોર )ની અટક કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પીએસઆઇ વી.પી.મલ્હોત્રા ચલાવી રહ્યાં છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.