દારૂ ઝડપાયો:હળવદમાં કારે વુદ્ધને અડફેટે લીધા, પોલીસે પીછો કરતા કારમાંથી 132 બોટલ દારૂ મળી આવ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં કારે વુદ્ધને અડફેટે લીધા, પોલીસે પીછો કરતા કારમાંથી 132 બોટલ દારૂ મળી આવ્યો - Divya Bhaskar
હળવદમાં કારે વુદ્ધને અડફેટે લીધા, પોલીસે પીછો કરતા કારમાંથી 132 બોટલ દારૂ મળી આવ્યો
  • પોલીસે 132 બોટલ અને કાર મળી રૂપિયા 3.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
  • ફરાર બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ

હળવદ તાલુકાના કોયબા ગામના પાટિયા નજીક ચેકપોસ્ટ પાસે ધાંગધ્રા તરફથી આવી રહેલા કાર ચાલકે વૃદ્ધને હડફેટે લેતા પોલીસ દ્વારા કાર અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, કાર ચાલક અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સો કાર લઈ ભાગ્યા હતા. પોલીસે પીછો કરતા આ શખ્સો કાર મુકી નાસી છૂટયા હતા. ત્યારે પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી 132 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી હાલ હળવદ પોલીસે ત્રણ બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ જીઆઇડીસી નજીક બુટલેગરો કાર રેઢી મુકી નાસી છૂટયાઆ બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ-માળીયા હાઈવે પર આવેલા કોયબા ગામના પાટિયા પાસેની ચેકપોસ્ટ નજીક ધાંગધ્રા તરફથી આવતી કારના ચાલકે એક વૃદ્ધને હડફેટે લીધો હતો, જેથી પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલક અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સો હળવદ તરફ કાર લઈ ભાગ્યા હતા. જેથી પોલીસે કારનો પીછો કરતા કારમાં બેઠેલા શખ્સો હળવદ જીઆઇડીસી નજીક કાર રેઢી મુકી નાસી છૂટયા હતા. બાદમાં પોલીસ દ્વારા કારની અંદર તપાસ કરાતા કિંમત રૂપિયા 39,600ની 132 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ ત્રણ લાખની કાર મળી કુલ રૂપિયા 3,39,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કારચાલક અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સો મળી કુલ ત્રણેય વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...