તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:પાટડીમાં કોંગ્રેસ સમિતિએ મોંઘવારી મુદ્દે રેલી કાઢતાં પોલીસે આગેવાનો સહિત કાર્યકરોની અટકાયત કરી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
પાટડીમાં કોંગ્રેસ સમિતિએ મોંઘવારી મુદ્દે રેલી કાઢતાં પોલીસે આગેવાનો સહિત કાર્યકરોની અટકાયત કરી
  • પેટ્રોલ- ડીઝલ અને રાંધણ ગેસના સતત વધતા ભાવોને લઇને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

થોડા સમયથી સતત પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ તેમજ અન્ય ખાદ્ય સામગ્રીઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જેને લઇને ગરીબ અને મધ્યમવર્ગના લોકોની કમર તૂટી રહી છે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને જીવન જીવવું દોહ્યલું બની ગયું છે. જેથી દસાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પાટડીમાં વધતા જતા ભાવોને અંકુશમાં લાવવા તેમજ ભાજપ સરકારની નિષ્ફળતા બાબતે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર અને બેનરો સાથે રેલી યોજી હતી. જેમાં પોલીસે આગેવાનો સહિત કાર્યકરોની અટકાયત કરી હતી.

આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય નૌશાદ સોલંકી, ગુજરાત ઓબીસી પ્રમુખ ઘનશ્યામ ગઢવી, જિલ્લા પ્રમુખ રૈયા રાઠોડ, જિલ્લા મહામંત્રી વિક્રમ રબારી, દસાડા તાલુકા પ્રમુખ દિનેશ રથવી, તેમજ અનેક કાર્યકરો રેલીમાં જોડાયા હતા.

રેલી જેવી બજાર થઈને વિજય ચોકમાં પહોંચી ત્યાં પોલીસે રેલીને અટકાવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં આગેવાનો તથા કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા. જેથી પોલીસે આગેવાનો સહિત કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારે હાજર કાર્યકરોએ મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગેવાનોની અટકાયત કરતા તમામ કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...