તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્પ્રેરણા:મોરબીના પૂર્વ પાલિકા પ્રમુખ સહિત ત્રણ સામે પરિણીતાને આપઘાત કરવા મજબુર કરવાની પોલિસ ફરીયાદ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 માર્ચના રોજ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો

મોરબી પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રવધૂએ તેમના ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં એમનું મોત નિપજતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન મૃતક પરિણીતાના ભાઇએ પોતાના બનેવી તેમજ તેમની બહેનના સાસુ (મોરબી પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ) અને સસરાની સામે તેમની બહેનને દુ:ખત્રાસ આપીને આપઘાત કરવા મજબુર કરી હોવાની ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર મોરબી શહેરના સામાકાંઠે સોઓરડી-નવી કલેકટર કચેરી મેઇન રોડ ઉપર આવેલ મહાવીર પાર્કમાં રહેતા અનિતાબેન જીગ્નેશભાઈ સાગઠીયા નામની 38 વર્ષીય મહિલાએ તા.25મી માર્ચના રોજ વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં તેમના ઘેર ગળેફાંસો ખાઇ લેતાં અનીતાબેન સાગઠીયાનું સારવાર મળે એ પહેલા જ કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ. મૃતક મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડાતા બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.

આ ગોઝારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે. મૃતક અનિતાબેન જીગ્નેશભાઈ સાગઠીયા મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ચંદ્રીકાબેન ડી.સાગઠીયાના પુત્રવધુ હોવાનું સામે આવ્યુ હતુ.જે તે સમયે પોલીસે બનાવ અંગે મૃતકના પરિવારજનોને પૂછપરછ કરતા મૃતકના પતિ સહિતના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતક અનિતાબેનને તેણીના માવતર સુરેન્દ્રનગર જવું હતું. જોકે તેણીને બે દિવસ પછી જવાનું કહ્યું હતું અને તે બાબતનું માઠું લાગી આવવાથી અનિતાબેને અંતીમ પગલું ભરી લીધું હતું.

જોકે બાદમાં મૃતક અનિતાબેનના ભાઇ વિજયભાઇ છગનભાઇ ચાવડા (35) રહે.ક્રિષ્નાપાર્ક સોસસાયટી નાડોદા બોર્ડીંગની પાસે 80 ફુટ રોડ સુરેન્દ્રનગર એ તેમની બહેનને ઘરકામ બાબતે, રસોઈ બાબતે અને કરીયાવર બાબતે અવાર-નવાર મહેણાં-ટોણાં મારીને દુઃખત્રાસ દેવામાં આવતો હોય તેથી તેમની બહેન અનિતાબેને અંતે કંટાળીને ઉપરોકત અંતિમ પગલું ભરી લીધું હોય પોતાની બહેનને આપઘાત કરી મરવા મજબૂર કરવા સંદર્ભે વિજયભાઇએ સીટી બી ડિવિજન પોલીસ મથકે પોતાના બનેવી જીગ્નેશ ડાયા સાગઠીયા, તેમજ મૃતકના સસરા ડાયાભાઈ ગોરાભાઈ સાગઠીયા અને મૃતકના સાસુ ચંદ્રિકાબેન ડાયાભાઈ સાગઠીયા (મોરબી પાલિકાના માજી પ્રમુખ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલિસે ત્રણેય સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ પી.એસ.આઈ.- એલ.એન.વાઢીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો