ખાણખનીજ વિભાગની કાર્યવાહી:થાનના ભાડુલામાં ગેરકાયદેસર ખનન અને ફરજમાં રૂકાવટ અંગે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશને સુરેન્દ્રનગર ભુસ્તર અને ખનીજ ખાતાના માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નૈતીકભાઇ કણજારીયા દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં જણાવ્યા મુજબ થાન-રુપાવટી રોડની ડાબી બાજુએ જતા ભાડુલા વિસ્તારમાં સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર કુવા ખોદી કાર્બોસેલનું ખનન વહન સંગ્રહ કરી ચોરી થતી હોવાની ફરીયાદ મળી હતી.આથી કાર્યવાહી કરવા સુરેન્દ્રનગર ભુસ્તર વિભાગના કર્મચારીઓએ થાન પોલીસની મદદ લઇ દરોડો કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પાંચ શખ્સોએ આવી જેસીબી મશીન સહિત સાધનો સીઝ અંગે બોલાચાલી કરી હતી.જ્યારે સરકારી ગાડીની ચાવી છીનવી લઇ જઇ જેસીબી મશીનના ગાર્ડ તરીકે રાખેલા સીક્યુરીટી ગાર્ડના કર્મચારીઓ તથા પોલીસ કર્મચારી ઇન્દ્રજીતસિંહ રાજેન્દ્રસિંહ પરમાર સાથે બોલાચાલી કરી તેમની ફરજમાં રૂકાવટ કરી હતી.

આથી થાન જોગઆશ્રમ પાસેના રહીશ ભાયાભાઇ કરમશીભાઇ માલકીયા, થાનના ભરતભાઇ રમેશભાઇ અલગોતર, થાન ભોયરા વિસ્તારના લાલાભાઇ કાળુભાઇ ભરવાડ, મયુરભાઇ રમેશભાઇ ભરવાડ, મયુરભાઇ રમેશભાઇ ભરવાડના સામે ફરીયાદ નોંધી વધુ તપાસ પીઆઇ કે.બી.વિહોલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...