સામસામે પોલીસ ફરિયાદ:પાટડીના અખીયાણા ગામે અપહરણ,એટ્રોસિટી અને દુષ્કર્મની સામસામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના અખીયાણા ગામે અપહરણ,એટ્રોસિટી અને દુષ્કર્મની સામસામે પોલીસ ફરિયાદ - Divya Bhaskar
પાટડીના અખીયાણા ગામે અપહરણ,એટ્રોસિટી અને દુષ્કર્મની સામસામે પોલીસ ફરિયાદ
  • અખીયાણાના શખ્સને ગાડીમાં અપહરણ કરી રૂ. 50,000ની માંગણી સાથે બે શખ્સો સામે એટ્રોસીટીની ફરિયાદ
  • સામે અખીયાણાના યુવાન પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ સામ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

પાટડીના અખીયાણા ગામે અપહરણ અને એટ્રોસીટી અને દુષ્કર્મની સામસામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં અખીયાણાના શખ્સને ગાડીમાં અપહરણ કરી રૂ. 50,000ની માંગણી સાથે બે શખ્સો સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે સામે અખીયાણાના યુવાન પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ સામ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાટડી તાલુકાના અખીયાણા ગામના પરેશભાઇ જીવણભાઇ મકવાણાએ અખીયાણા ગામના રીયાઝખાન અલેફખાન મલેક અને અરબાઝખાન હયાતખાન મલેક વિરુદ્ધ બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આ બંને આરોપીઓએ અગાઉની ચૂંટણીની મનદુ:ખ રાખી ફરિયાદી પરેશભાઇ જીવણભાઇ મકવાણા કુદરતની હાજતે જઇ રહ્યો હતો ત્યારે સ્વીફ્ટ ગાડીમાં બળજબરી પૂર્વક અપહરણ કરી અરબાઝખાન હયાતખાન મલેકના તબેલામાં લઇ જઇ બંને આરોપીઓએ લાકડીઓ વડે હાથે, પગે અને શરીરના ભાગે માર મારી ડાબા હાથે ફેક્ચર કરી શરીરે મુંઢમાર મારી અને આરોપી રીયાઝખ‍ાન અલેફખાન મલેકે પરેશભાઇ મકવાણાના ડાબા હાથે છરી મારી રૂ. 50,000ની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી જાતીય પ્રત્યે અપમાનિત કરી એટ્રોસીટીની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામે એક મહિલાએ અખીયાણા ગામના પરેશભાઇ જીવણભાઇ મકવાણા વિરુદ્ધ બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યાંનુસાર આ મહિલા માલવણ-ધ્રાંગધ્રા હાઇવે રોડ પર અખીયાણા ગામ પાસે રાજનપીરની દરગાહ પાસે કુદરતી હાજતે જઇ રહી હતી ત્યારે આરોપી પરેશભાઇ મકવાણાએ ફરિયાદી મહિલાને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ બજાણ‍ા પોલીસ મથકે નોંધાવી છે. બજાણા પોલીસે આ કેસમાં સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ બજાણા પીએસઆઇ એન.એ.ડાભી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...