સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રનાં 1200 જેટલા ગામોને પીવાનુ પાણી પુરી પાડતી નર્મદાની લાઇનમાં ખેડૂતો દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતુ હોવાનુ ધ્યાને આવતા ચેકિંગ કરી ખાટડી, ટીકર સહિતનાં ગામોમાં ગેરકાયદે કનેકશનો દુર કરવાની કામગીરી કરી આઠ જેટલા ખેડૂતો સામે પાણીચોરી બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઇ છે.
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની પાઇપલાઇન થકી ગ્રામ્યવિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. હાલ પાણીની ખેંચનાં કારણે જરૂરિયાત વધારે રહેતી હોવાથી પાણીની ઘટ નિવારવા પાણી પુરવઠા વિભાગની સુચનાથી ધરતી એન્જિનિયરિંગનાં જયપાલ ભાઈ રમેશચંદ્રભાઇ બારડ અને સ્ટાફ દ્વારા મૂળી તાલુકાનાં ખાટડી ગામ આસપાસમાં ચેકિંગ હાથ ધરી ગેરકાયદે કનેકશન લઇ ખેતી માટે પાણી ઉપયોગ કરતા ખેડૂતો સામે લાલ આંખ કરી ગેરકાયદે કનેકશનો દુર કરવાની કામગીરી કરાઇ હતી.
જેમાં ખાટડીનાં સવજીભાઇ ભગવાનભાઇ કોળી ખેતરનાં ખેડનાર અથવા કબજેદાર, ભીખાભાઇ લવાભાઇ કોળીનાં ખેતરનાં ખેડનાર અથવા કબજેદાર, લવજીભાઈ , જશાભાઇ તેમજ છનાભાઇ ભુરાભાઇ કોળી અને વાલજીભાઇ તેમજ ખાટડીનાં આલાભાઇ સમગ રામભાઇ રબારીનાં ખેતરનાં કબજેદાર અથવા ખેડનાર તેમજ ટીકર ગામનાં દશરથસિંહ જીલુભા કબજેદાર અથવા ખેડનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.