આપ'નું વિરોધ પ્રદર્શન:સુરેન્દ્રનગરમાં પાકવીમો અને સબસિડી મુદ્દે કલેકટરને રજૂઆત કરવા જતા આપના કાર્યકરો સાથે પોલીસનું ઘર્ષણ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં પાકવીમો અને સબસિડી મુદ્દે કલેકટરને રજૂઆત કરવા જતા આપના કાર્યકરો સાથે પોલીસનું ઘર્ષણ - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં પાકવીમો અને સબસિડી મુદ્દે કલેકટરને રજૂઆત કરવા જતા આપના કાર્યકરો સાથે પોલીસનું ઘર્ષણ
  • પોલીસના વર્તનને લઈ આપના કાર્યકર્તાઓએ નારજગી વ્યકત કરી

સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી તેમજ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પાક વીમો અને સબસિડી સહિતના મુદ્દે રજૂઆત કરવા આવેલા આમ આદમી પાર્ટી અને ખેડૂતો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરવા ન જવા દેવા મુદ્દે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી તેમજ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પાક વિમો, સબસિડી સહિતના મુદ્દે જીલ્લા ક્લેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતો સાથે ઘર્ષણ થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા પાક ધિરાણ મામલે કલેકટર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા મંગલ ભવન કાર્યક્રમ સ્થળે કલેકટરને રજૂઆત કરવા જતા પોલીસ દ્વારા બળ પ્રયોગ કરતા આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

અન્ય સમાચારો પણ છે...