તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાટડીમાં એરંડાની ચોરી કરનારા ત્રણ શખ્સોને ટ્રેક્ટર સાથે પોલીસે ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 મણ એરંડા સાથે ટ્રેક્ટર મળી કુલ રૂપિયા એક લાખ 61 હજાર 400નો મુદામાલ કબ્જો કર્યો લિંબડ ગામે પાસેથી ઝડપાયા આરોપીઓ

બજાણા પોલીસે બાતમીના આધારે પાટડી પથંકમાં એરંડાની ચોરી કરનારા ત્રણ શખ્સો ટ્રેક્ટર સાથે લિંબડ ગામેથી ઝડપી પાડ્યા હતા. બજાણા પોલીસે 13 મણ એરંડા સાથે ટ્રેક્ટર મળી કુલ રૂપિયા એક લાખ 61 હજાર 400નો મુદામાલ ઝબ્બે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જીલ્લામાં બનતા મિલ્કત વિરૂદ્ધના ગુન્હાઓ તેમજ ખાસ કરીને સીમ વિસ્તારમાં બનતા ખેતીના પાકોની થતી ચોરીઓ અટકાવવા અને ચોરીઓ સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ધ્રાંગધ્રા ડીવાએસપી આર.બી.દેવધાની આગેવાનીમાં બજાણા પોલિસ મથકના પીએસઆઇ વીએન.જાડેજા સહિતના પોલિસ સ્ટાફે અગાઉ ચોરીના ગુન્હાના આરોપીઓ વિષ્ણુ નનાભાઇ સાંકોડીયા, લાલા બુધાભાઇ ભીમાણી તથા જયદિપસિંહ દશરથસિંહ ઝાલા ( રહે- નરસિંહપુરા, તા.વિરમગામ ) સંડોવાયેલા હોવાની બાતમીના આધારે આ ત્રણેય આરોપીઓ પાટડી તાલુકાના લિંબડ ગામે હોવાનું ધ્યાનમાં આવતા બજાણા પોલીસે લિંબડ ગામે દરોડો પાડી ત્રણેય આરોપીઓને બજાણા પોલીસે મથકે લાવી આગવી ઢબે પુછપરછ કરતા ત્રણેય આરોપીઓ ભાંગી પડ્યાં હતા.

એરંડાની ચોરી કરી હોવાનું કબુલવાની સાથે આ ગુનામાં અન્ય બે આરોપીઓ હોવાની કબુલાત કરવાની સાથે ચોરાયેલો મુદામાલ એરંડા મણ-13 જેની કિંમત રૂ.11 હજાર 400 કબ્જે લેવાની સાથે આ ચોરીમાં વપરાયેલા મેસી કંપનીના ટ્રેક્ટર જેની કિંમત રૂ. એક લાખ 50 હજાર, કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ વી.એન.જાડેજા, પરિક્ષિતસિંહ ઝાલા અને સંદિપ મકવાણા સહિતનો પોલિસ સ્ટાફ સાથે હતો. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો