તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ હટાવવા માંગ:સુરેન્દ્રનગરના પાટડી તાલુકા પંચાયત કચેરીમાં આત્મવિલોપન કરવા જતા યુવકની પોલીસે અટક કરી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના કામલપુરના યુવાનની તાલુકા પંચાયત કચેરીમાં  આત્મવિલોપન કરવા જતા  પોલીસે અટક કરી - Divya Bhaskar
સુરેન્દ્રનગરના કામલપુરના યુવાનની તાલુકા પંચાયત કચેરીમાં આત્મવિલોપન કરવા જતા પોલીસે અટક કરી
  • કામલપુર ગામમાં દબાણ દૂર કરવાની અરજીનો નિકાલ ન થતાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
  • પોલીસની સર્તકતા - પાટડી પહોંચે તે પહેલાં બજાણા પોલીસે કરી અટકાયત

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કામલપુર મજેઠીના રહીશે કામલપુર પંચાયતમાં દબાણ હટાવવાની માંગ સાથે કરેલી લેખીત અરજીનો નિકાલ ન આવતા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે પોલીસને ટેલીફોન પર જાણ કરી પાટડી તાલુકા પંચાયત ખાતે આત્મ વિલોપન કરવાની ચિમકી આપી હતી. અરજદાર પાટડી પહોંચે તે પહેલાં બજાણા પોલીસ મથક વિસ્તારના માલવણ ચોકડી પર બજાણા પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સ્ટેબલની સર્તકતાથી આત્મ વિલોપનની ચિમકી આપનારા અરજદારની અટકાયત કરી હતી.

પાટડી તાલુકાના કામલપુર-મજેઠીના રહીશ વિષ્ણુ મોરીએ પોતાના ગામના દબાણ, નિચાણવાળા વિસ્તારોમાં ચોમાસું પાણી ભરાવાની સમસ્યાઓનો નિકાલ લાવવા તાલુકા પંચાયતમાં લેખિત અરજી કરી હતી. લાંબા સમય બાદ પણ આ અરજીનો નિકાલ ન‌ આવતા અરજદારે પોલીસ કંટ્રોલમાં ટેલીફોનીક જાણ કરી આત્મવિલોપનની ચિમકી આપી હતી જેને પગલે પાટડી તથા બજાણા પોલીસ સર્તક મોડ આવી ગઈ હતી. અરજદારની વાટમાં બેઠેલા બજાણા પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.જે.મીઠાપરા દ્વારા અરદાર આત્મ વિલોપન કરવા‌ પહોંચે તે પહેલાં માલવણ ચોકડી પાસેથી અટક કરી બજાણા પોલીસ મથકે લાવી મોટી ઘટના બનતા અટકાવવામાં આવી હતી આ‌ અંગે કામલપુર મજેઠીના‌ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, "અરજદારની અરજીનો નિકાલ કરવા અમે તજવીજ હાથ ધરી હતી પરંતુ અરજીમાં કોણે દબાણ કર્યું છે? ક્યાં દબાણ કર્યું છે? તેનું નામ દર્શાવેલું ન હોઈ જગ્યા મળી ન હતી જેના કારણે અરજીનો નિકાલ થઇ શક્યો નથી"

અન્ય સમાચારો પણ છે...