દરોડો:વઢવાણમાં જુગાર રમતા 4 શખ્સને પોલીસે ઝડપ્યા, 6580નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણ નવાદરવાજા બહાર પેલુ કોળીપરામાં જાહેરમાં બાવળના છાયડા નીચે શખ્સો જુગાર રમતા હોવાથી પોલીસે રેડ કરી હતી. જેમાં ચાર શખ્સોને રૂ. 6580ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી સાથે છેવાડાના વિસ્તારોમાં જુગારીઓ પોલીસથી બચવા અવનવી આડશોનો સહારો લઇ રહ્યા છે. ત્યારે આવા જુગારીઓને ઝડપી પાડવા માટે પીએસઆઈ ડી.ડી.ચુડાસમાના માર્ગદર્શન નીચે જુદી જુદી ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી.

આથી શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમે બાતમીના આધારે વઢવાણ નવાદરવાજા બહાર પેલુ કોળીપરામાં જુગારની રેડ કરી હતી. ત્યારે જાહેરમાં બાવલના છાયડા નીચે જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. પરંતૂ પૂર્વ તૈયારી સાથે આવેલી પોલીસે ગંજજી પાનાનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં પેલુ કોળીપરા વિસ્તારમાં રહેતા વિનોદભાઇ લવજીભાઈ દેથરીયા, અનીલભાઈ દિલીપભાઈ આજોલા, પ્રકાશભાઈ વાલજીભાઈ દેથરીયા, અમીતભાઈ જયંતીભાઇ ધાંધરેશાનો સમાવેશ થાય છે. પોલીસે રોકડ રૂ.6580ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા હતા. આ રેડમાં વઢવાણ પોલીસના પી.જી.ઝાલા, બી.એલ.પરમાર, આર.જે.ડોડીયા,એ.જી.પઢિયાર, એ.બી.ચાવડા, વિજયસિંહ રથવી વગેરે સ્ટાફે કામગીરી કરી આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...