કાર્યવાહી:વઢવાણની ચોરી કેસમાં પોલીસે 2 ભાઈઓને ઝડપ્યા

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપીના 4 દિવસના રીમાંડ મંજૂર
  • રૂ.61.30 લાખના પુરાવા શોધવા અને બાકીના રૂ.25,84,120 શોધવા પોલીસ માટે પણ પડકારરૂપ

વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલી એકતા સોસાયટીના બંધ ઘરના તાળા તોડીને તેમાંથી રૂ.61.30 લાખની ચોરીમાં 2 ભાઇને પકડી લીધા છે. તેમની પાસેથી કુલ રૂ.35.45 લાખથી વધુનો મુદામાલ મળી આવ્યો હતો ત્યારે ઘરમાં કેટાલા રૂપીયા હતા તે બાબતે ફરિયાદી રૂ.61.30 લાખ કેવી રીતે આવ્યા તેના પુરાવા આપી શકયા નથી અને બાકીના પૈસા કયા ગયા તેની વિગતો મેળવવી તે પોલીસ માટે પણ પડકાર રૂપ બની ગયુ છે.

કોઠારીયા એકતા સોસાયટીમાં રહેતા ફાતિમાબેન ઇનાયતભાઇ લોખંડવાલાએ પોતના ઘરમાંથી રૂ.61.30 લાખ રોકડાની ચોરી થયાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે લખાવી હતી. જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દૂધાતના માર્ગદર્શનથી પોલીસે ગણારીના કલાકોમાં ઘરમાં હાથસાફ કરનાર વિનોદ ઉર્ફે ઇગુ ધીરૂભાઇ સરવૈયા અને પૈસા સાચવનાર તેનો મોટોભાઇ જયંતી ધીરૂભાઇ સરવૈયાને પકડીને તેમની પાસેથી રૂ.35.45 લાખથી વધુ રોકડા મળી આવ્યા હતા.બાકીના પૈસા કયા છે તેની કડી મેળવવા માટે પોલીસે આરોપીને કાર્ટમાં રજૂ કરીને રીમાંડની માંગણી કરી હતી.

આથી કોર્ટે આરોપી બંને ભાઇઓને 4 દિવસના રીમાંડ ઉપર સોપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી હજુ સુધી આટલી મોટી રકમ તેમની પાસે કયાથી આવી તેના ચોકકસ પુરાવાઓ આપી શકયા નથી. બીજી બાજુ ચોરી બાકીના રૂ.25,84,120 કયા ગયા તે એક કોયડો બની ગયો છે.બંને આરોપીના રિમાંડ દરમિયાન ગુચવાયેલા પૈસાના મામલા બહાર આવે તેવી પોલીસને આશા.

અન્ય સમાચારો પણ છે...