તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:હળવદના કાલોલમાં ઝેરી દવા પી આધેડે જીવન ટૂંકાવ્યું, વ્યાજખોરોનો ત્રાસ કારણભૂત હોવાનો પરિવારજનોનો આક્ષેપ

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના કાલોલમાં ઝેરી દવા પી આધેડે જીવન ટૂંકાવ્યું, વ્યાજખોરોનો ત્રાસ કારણભૂત હોવાનો પરિવારજનોનો આક્ષેપ - Divya Bhaskar
હળવદના કાલોલમાં ઝેરી દવા પી આધેડે જીવન ટૂંકાવ્યું, વ્યાજખોરોનો ત્રાસ કારણભૂત હોવાનો પરિવારજનોનો આક્ષેપ
  • વ્યાજખોરોની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે કર્યો ઇન્કાર
  • વ્યાજખોરો અવાર-નવાર આપતા હતા ત્રાસ

હળવદના કલોલ ખાતે આધેડે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેને હળવદ લઈ આવવામાં આવ્યાં હતા. અહીં તેઓનું મોત થયું હતું. ત્યારે તેમના પરિવારજનોએ વ્યાજખોરોના ત્રાસના કારણે તેઓએ આત્મહત્યા કરી હોવાનું કારણ જણાવ્યું હતું. તેમજ જ્યાં સુધી વ્યાજખોરોની ધરપકડ કરવામાં નહિં આવે ત્યાં સુધી પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

વ્યાજખોરો શારિરીક-માનસિક ત્રાસ આપતા હતાઆ અંગે જાણવા મળતી માહિતી મુજબ હળવદના રઘુનંદન સોસાયટીમાં છેલ્લા 12 મહિનાથી રહેતા પ્રતીકકુમાર બાબુભાઈ લુહાર ફેબ્રીકેશનનું કામ કરે છે. તેવો હાલ કલોલ પંચવટી સોસાયટી ખાતે રહે છે. તેઓએ તેમના સગા બનેવી સહિતના શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેઓ અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપતા હતા.

વર્કશોપ બ્રિજની બાજુમાં ઝેરી દવા ગટગટાવી જે ત્રાસના કારણે છેલ્લા એક મહિનાથી પ્રિતકભાઈ કલોલ મુકામે જતા રહ્યા હતા. છતાં પણ આ વ્યાજખોરોનો ત્રાસ ચાલુ રહેતા બુધવારે સાંજના છ વાગ્યાની આજુબાજુ પ્રતીકભાઈએ કલોલ વર્કશોપ બ્રિજની બાજુમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદમાં તેમના સગા તેને હળવદ તેમના મોટાભાઈ બકાભાઈના ઘરે લઈ આવ્યાં હતા. જ્યાં તેમના સગાએ હોસ્પિટલ જવાનું નથી. માતાજી બધું ઠીક કરી દેશે તેવી અંધશ્રધ્ધા રાખીને દવાખાને લઈ જવાની ના પાડી હતી.

ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યાગુરુવારે બપોરના ત્રણ વાગ્યાની આજુબાજુ હળવદ ખાતે જ પ્રતિકભાઇનું મોત નીપજયું હતું. ત્યારબાદ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે તેઓને લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના ડો. હિરલબેન પટેલે તેમને મૃત જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આગળની કાર્યવાહી હાથ ધરાઈઆ અંગે મૃતકના પત્ની આશાબેને જણાવ્યું હતું કે, મારા પતિએ વ્યાજ ખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે. મારા પતિને વ્યાજખોરો અવારનવાર ધાક ધમકીઓ અને માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા. જ્યાં સુધી આ વ્યાજખોરોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મારા પતિની લાશ સ્વીકારીશું નહીં. આ ઘટનાની જાણ થતા હળવદ બીટજમાદાર ભરતભાઈ આલ સહિતનો સ્ટાફ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...