સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જુદાજુદા વિભાગોના કામ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં મંત્રીએ સરકારી યોજનાનો લાભ લોકો સુધી સરળતાથી પહોંચે મહતમ લોકો લાભ લે તેવુ આયોજન કરવા તાકીદ કરી હતી.અને દરેક વિભાગના કરેલા કામોની વિગતે માહિતી મેળવી હતી.
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને આયુષ સચિવ પાંડિયનની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આયુષ વિભાગ હેઠળ ચાલતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે અને આ યોજનાઓનો મહત્તમ લાભ લોકો લે તે જોવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.જયારે આયુષ મંત્રાલય હેઠળ ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા કરેલ કામગીરીની વિગતવાર માહિતી આપી હતી.
બેઠકમાં રાજ્યમંત્રીના અંગત સચિવ એ.કે ઔરંગાબાદકર,જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીજિલ્લા આયુર્વેદ અધિકારી અને સંકલિત બાળ વિકાસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.