હજારો લિટર પાણી વેડફાયું:સુરેન્દ્રનગરના સાયલા સર્કલ પાસે પાઇપલાઇન તૂટતા પાણીની રેલમછેલ, સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેના સર્વિસ રોડનું કામ અને બાજુમાં ગટરનું કામ ચાલતું હોવાથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સર્કલ પાસે પીવાના પાણીની પાઇપલાઇન તૂટી પડી હતી. જેથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જોકે, વારંવાર પાઇપલાઇન તૂટતાં સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો છે.
વારંવાર પાઇપલાઇન તૂટતાં સ્થાનિકોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યાં અનુસાર કોન્ટ્રાક્ટરને વારંવાર સૂચના આપવા છતાં પાણીની લાઇનો તોડી નાખે છે. હાલના સમયે ગ્રામ પંચાયત દ્વારા આઠ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે. થોરીયાળી ડેમ પણ ખાલી જોવા મળે છે. ત્યારે આ રીતે પાણીની પાઇપલાઇન તૂટતા પાણી વિતરણ સમયસર કરી શકાતું નહીં હોવાથી લોકોની તકલીફમાં વધારો થાય છે. તથા પંચાયતને રિપેરિંગનો બોજો સહન કરવો પડે છે. તેમજ વારંવાર પાઇપલાઇન તૂટતાં સ્થાનિક લોકોમાં આક્રોશ પણ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...