કાર પલ્ટી ખાઈ ગઈ:ચોટીલા દર્શને જઈ રહેલા દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો, ગોસળ પાસે કાર પલ્ટી જતા 6 લોકો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાથી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. જેથી અકસ્માત થતા કારમાં સવાર 6 લોકોને ઇજા થઈ હતી. આ અકસ્માતના બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા
લાઠીદડથી તમામ લોકો ચોટીલા કાર લઈ દર્શને જતા હતા. જે દરમિયાન સાયલા ચોટીલા હાઇવે પર ગોસળ પાસે અકસ્માતનો બનાવ બન્યો પામ્યો હતો. જેમાં કારમાં સવાર 6 લોકોને ઈજા થઈ હતી. જેમાં મહિલા તેમજ બાળકીને ગંભીર ઇજા પહોંચી છે. 108 દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તોના નામ
અશોક પરસોતમ પુરાણી, કમળાબેન પરસોતમભાઈ પુરાણી, સોનલબેન અશોકભાઈ પુરાણી, ખુશી અશોકભાઈ પુરાણી, રાહુલ અશોકભાઈ પુરાણી, આર્યન દિલીપભાઈ પુરાણી

અન્ય સમાચારો પણ છે...