તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં ફિઝિયોથેરાપીના ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • NSUIના સભ્યોએ પોલ ખોલી, એક બેચમાં 3 ભાવી ડોક્ટરો માસ્ક પહેરી બેઠેલા નજરે પડ્યા
 • માત્ર પ્રેક્ટિકલ વર્ગની છૂટ છે, થીયરીના વર્ગો ચાલુ હોય તો કોલેજનો લેખિત ખુલાસો પુછાશે : વીસી

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના લીધે માર્ચ માસથી શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. ત્યારે શહેરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં આવેલી ફીઝીયોથેરાપી કોલેજમાં થીયરીના વર્ગો ચાલુ હોવાની માહિતી મળતા એનએસયુઆઇની ટીમ ધસી ગઇ હતી. આ સમયે કોલેજમાં કોઇપણ સોશીયલ ડીસ્ટન્સ વગર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હોવાનું બહાર આવ્યુ હતુ. આથી કોલેજના સત્તાવાળાઓ સામે પગલા લેવા જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ છે.

સમગ્ર દેશમાં માર્ચ માસમાં કોરોનાને લીધે લોકડાઉન જાહેર થતા શાળા અને કોલેજો બંધ કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા આઠ માસથી શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય ઠપ છે. આવા સમયે કોરોનાના કહેરનો ઉલાળીયો કરીને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલી ફીઝીયોથેરાપી કોલેજમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની વિગતો મળતા એનએસયુઆઇની ટીમના ધ્રુવરાજસિંહ ચૂડાસમા સહિતના કાર્યકરો ધસી ગયા હતા.

શુક્રવારે સાંજના સમયે ફીઝીયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓને થીયરીનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. વર્ગમાં વિદ્યાર્થીઓએ માસ્ક તો બાંધ્યા હતા. પરંતુ સોશીયલ ડીસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. એક બેચમાં ત્રણ ભાવી ડોકટરો બેઠેલા નજરે પડતા હતા. આરોગ્ય સાથે જોડાયેલી સંસ્થા ભાવી તબીબોને અભ્યાસ કરાવતી સંસ્થા જો કોરોના કાળમાં નિયમોનું પાલન ન કરે તે કેટલે અંશે યોગ્ય છે. એનએસયુઆઇ દ્વારા ફીઝીયોથેરાપી કોલેજ ચાલુ હોવા અંગે કોલેજના પ્રીન્સીપાલ અને જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરી પગલા લેવા માંગ કરી છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર ડો. વિજય દેસાણીએ જણાવ્યુ કે, યુનિવર્સીટી તરફથી સરકારી ગાઇડલાઇન સાથે પ્રેકટીકલ વર્ગની છુટ અપાઇ છે. પરંતુ જો સુરેન્દ્રનગરની ફીઝીયોથેરાપી કોલેજમાં થીયરીના વર્ગો ચાલુ હોય તો કોલેજનો લેખીત ખુલાસો પુછવામાં આવશે. અને હાલ દિવાળી વેકેશન જાહેર થયુ છે તો કલાસ કઇ રીતે ચાલુ કર્યા તે પણ જાણીશુ. સરકારે હજુ 23 નવેમ્બરથી ઉચ્ચ શિક્ષણ ચાલુ કરવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો