શારીરિક કસોટી:જવાહર પરેડ ગ્રાઉન્ડમાં જીઆરડી જવાનોની જગ્યા ભરવા શારીરિક કસોટી લેવામાં આવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાહર પરેડ ગ્રાઉન્ડમાં 3 દિવસ જિલ્લાભરના ઉમેદવારોએ દોડ લગાવી

સુરેન્દ્રનગર જિલ્લામાં જીઆરડી જવાનોની ભરતી પ્રક્રિયાહાથ ધરાઇ હતી.જેના માટે જવાહર પરેડ ગ્રાઉન્ડ ખાતે શારિરીક કસોટી લેવામાં આવતા ત્રણ દિવસ સુધી જિલ્લાભરમાંથી આવેલા ઉમેદવારોએ દોડ લગાવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં જીઆરડી જવાનોની જગ્યા ખાલી પડી હોવાથી ડીવાયએસપી એચ.પી.દશીના માર્ગદર્શનમાં ભરતી પ્રક્રીયા શરૂ કરાઇ છે.ત્યારે આ ત્રી દિવસીય ભરતી પ્રક્રિયામાં પ્રથમ દિવસે ગુરૂવારે વઢવાણ તાલુકાની 549 જગ્યાઅને સાયલાની 518 જગ્યા માટે ભરતી પ્રક્રિયા જવાહર પરેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ કરાઇ હતી.

જેમાં ઉમેદવારોમાં 1600 મીટર દોડવાનું હોય છે જેમાં પુરૂષોને 4 મીનીટમાંઅને મહિલા ઉમેદવારે 9 મીનીટમાં પુર્ણ કરવાનુ હોય છે.ત્યારે બીજા દિવસે શુક્રવારે લખતર તાલુકાની 308 જગ્યા અને લીંબડી તાલુકાની 199 જગ્યા ,ચોટીલાની 284 જગ્યા અને ધ્રાંગધ્રા તાલુકાની 316 જગ્યા માટે ઉમેદવારોએ શારિરીક કસોટી આપી હતી.બાકી રહેતા પાટડી, થાન, મૂળી તાલુકાઓના ઉમેદવારોની શનિવારે શારિરીક ક્ષમતા કસોટી લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...