સેવાસેતુ કાર્યક્રમ:ચોટીલાની સરકારી હાઈસ્કૂલ અને પાટડીના કઠાડા ખાતે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાની સરકારી હાઈસ્કૂલ અને પાટડીના કઠાડા ખાતે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - Divya Bhaskar
ચોટીલાની સરકારી હાઈસ્કૂલ અને પાટડીના કઠાડા ખાતે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
  • સવારે આયુષ્યમન કાર્ડ કાઢવાને લઈ સર્વર ડાઉન થતા લોકો પરેશાન થયા હતા

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં આજે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા પ્રજાની લાગણી-માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એક જ સ્થળ પર વિવિધ પ્રકારની સેવાઓ મળી રહે તેવા હેતુથી ચોટીલાની સરકારી શેઠ.જે.એસ.હાઈસ્કૂલ ખાતે અને પાટડી તાલુકાના કઠાડા ગામે આઠમા તબક્કાનો નગરપાલિકા વિસ્તારના શહેરીજનો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્ય સરકાર દ્વારા ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં રહેતા શહેરીજનોને રેશનકાર્ડ , આયુષ્યમાન કાર્ડ, પી.જી.વી.સી.એલને લગતી કામગીરી,આવકના દાખલા, આરોગ્યને લગતી કામગીરી, જન્મ-મરણના દાખલાઓ,બી.પી.એલ.સહિતના સરકારની સેવાકીય યોજનાઓ અંગેનો સેવાસેતુ કાર્યક્રમ સવારે 9 કલાકથી બપોરના 12વાગ્યા સુધી અરજીઓ સ્વીકાર કરીને સાંજના 5 સુધી આવેલી અરજીનો નિકાલ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સવારે અમૃતમકાર્ડ અંગે કોમ્યુટરમાં સર્વર ડાઉન થતા લોકો પરેશાન થયા હતા.

આ કાર્યક્રમમાં ચોટીલા મામલતદાર એસ.બી.દેસાઈ, નગરપાલિકા ચીફ ઓફિસર નિકુંજ વોરા સહિત નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ સહિતના પાલિકાના સદસ્યોની હાજરીમા બહોળી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

જ્યારે આજે પાટડી તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ કઠાડા ગામે યોજાયો હતો. જેમાં આજુબાજુના ગામના લોકો અને ગામ લોકોએ વિવિધ યોજનાઓનો ઘેર બેઠા લાભ લીધો સાથે જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા અને મહામંત્રી લક્ષ્મણભાઇ અને બીજા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...