તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:PGVCLના પોલીસ સ્ટેશનના સ્ટાફમાં 27 કર્મીની ઘટ: વીજચોરીના 18000 કેસ પેન્ડિંગ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 16 કર્મચારીઓ દૈનિક 150 કેસનો નિકાલ કરે છે, સામે 25 ફરિયાદ આવે છે
 • વર્ષ 2006થી પોલીસ સ્ટેશન કાર્યરત, અત્યાર સુધી કુલ 3000 કેસનો નિકાલ

સુરેન્દ્રનગરના સોનાપુર રોડ પર આવેલી પીજીવીસીએલના જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ઘટના કારણે પેન્ડીંગ કેસો વધી રહ્યા છે. 2006થી અત્યાર સુધીમાં પેન્ડિંગ કેસોનો આંક 18000 પહોંચી ગયો છે. પીજીવીસીએલ દ્વારા વીજચોરી કરતા પકડાયેલા લોકો સામે કેસ કરાય છે. આ માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ (જીયુવીએનએલ) પોલીસ સ્ટેશન જિલ્લામાં એકમાત્ર સોનાપુરી રોડ પર 2006માં કાર્યરત કરાયું હતું. પરંતુ સ્ટાફમાં 27 લોકોની ઘટના કારણે કામગીરીમાં પણ વિલંબ થઇ રહ્યો છે.

પોલીસ સ્ટેશનમાં પીઆઇ, પીએસઆઇ તેમજ કોન્ટેબલ અને હેડ કોન્ટેબલ મળી કુલ 43નું મહેકમ છે. જોકે તેની સામે 1 પીઆઈ, 2 પીએસઆઈ તેમજ 13 પોલીસકર્મીઓ સહિતનો માત્ર 16નો જ સ્ટાફ છે. આ અંગે ઇન્ચાર્જ પીઆઈ વી.ડી.નાકીયાએ જણાવ્યું કે, હાલ જિલ્લામાં વીજચોરીના 18,000 કેસ પેન્ડીંગ છે. જો કે ફરજ પરના સ્ટાફ દ્વારા દરરોજના 150થી વધુ ગુનાઓનો નિકાલ પણ થઇ રહ્યો છે. પરિણામે અત્યાર સુધીમાં 3000થી વધુનો કેસો નિકાલ કરાયો છે. વીજચોરીની દરરોજની સરેરાશ 25 થી 30 ફરિયાદ નોંધાય છે.

650 ગામ ઉપરાંત કેસોનુ ભારણ
જિલ્લાના 10 તાલુકા મથકો સહિતના 350 ગામડાઓના વીજચોરીના કેસોની કામગીરી પોલીસ સ્ટેશનાં થાય છે. આ ઉપરાંત વિરમગામ, વાંકાનેર, કુવાડવા, આટકો, વિચ્છીયા, ધંધુકાના ગામડા સહિતના વિસ્તારોના વીજચોરીના કેસો તેમજ તેના નિકાલોનું ભારણ આ એકમાત્ર પોલીસ સ્ટેશન પર રહે છે.

મુશ્કેલી : 4માંથી 1 જ વાહન ચાલુ છે
જિલ્લામાં એક માત્ર ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ (જીયુવીએનએલ) પોલીસ સ્ટેશન વર્ષ 2006માં સુરેન્દ્રનગર શહેરમાં કાર્યરત કરાયું હતું. જેમાં વીજચોરીની કાર્યવાહી માટે 4 વાહનો ફાળવાયા હતાં. જેથી સ્ટાફના માણસો તપાસ માટે જઇ શકે.પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઇ કારણોસર ચારમાંથી હાલ એક જ વાહન ચાલુ હોવાથી સ્ટાફગણ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો