તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લખતરના 5 ગ્રામ્ય વિસ્તારોની બસ બંધ થતાં લોકોને હાલાકી

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ડીઝલ સપ્લાયમાં ખામી સર્જાતાં બસો બંધ હોવાની રાવ, જ્યારે તંત્ર કહે છે બસો ચાલુ જ છે

સરકાર દ્વારા લોકોની સુવિધા માટે એસટી બસો દોડાવવામાં આવે છે. પરંતુ બસોને તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે લખતરના ગ્રામ્ય વિસ્તારોના રૂટની બસો પણ આવી જ રીતે બસ સ્ટેશને ન પહોંચતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સરકારી તંત્ર સામે ભારે રોષની લાગણી ફેલાઇ છે.

રાજ્ય સરકાર દ્વારા અવર જવર માટે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોની સુવિધા માટે ગ્રામ્ય વિસ્તારોના એસટી રૂટો શરૂ કર્યા છે. પરંતુ તંત્ર દ્વારા ગમે ત્યારે આ રૂટો અચાનક બંધ કરી દેવામાં આવતાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ લખતર બસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક રૂટની બસ બંધ થઈ જતા આ અંગે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ડીઝલ સપ્લાયમાં ખામી સર્જાતા બસો બંધ હોવાનું જાણવા મળે છે. લખતર તાલુકાના સાકર, તલસાણા, ઢાંકી,વિગેરે બસ રૂટ બંધ કરવામાં આવ્યા હતા. તો વળી લીંબડી એસટી ડેપોની લીંબડી- દેગામ(પાટડી) બસ પણ ગમે તે કારણે છાસવારે બંધ કરી દેવામાં આવતા મુસાફરો પરેશાની ભોગવવી પડી રહી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર એસટી ડેપોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ડેપોના ડિઝલના પેટ્રોલ પંપ કોઇ ખામી કે ડિઝલ ખૂટી ગયુ નથી. ત્રણ ચાર દિવસે 20,000 લીટરનો ડિઝલનો ટાંકો સમયપત્રક મુજબ આવી જાય છે. અને હાલ કોઇ બસો બંધ કરવામાં પણ આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો