તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:સુરેન્દ્રનગરમાં કરશનપુરી બાપુના અંતિમ દર્શન માટે સમાજના લોકો ઉમટી પડ્યા

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ખાતે ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગર ખાતે ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
  • સોમનાથ ખાતે પરિવાર અંદાજે રૂ.7 કરોડના ખર્ચે શિવપુરી ધામ બનાવતા હતા ત્યા દેવ થયા

સુરેન્દ્રનગર સહિતના સમસ્ત ગુજરાતના ભરવાડ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર એવી બનાસકાઠાના થરા ગામમાં આવેલી જાનીવડા દેવની જગ્યાના કરશનપુરી બાપુ સોમનાથ ખાતે દેવ થયા હતા.સુરેન્દ્રનગર ખાતેથી તેમનો નશ્વર દેહ થરા લઇ જવામાં આવતો હતો ત્યારે ભરવાડ સમાજના લોકો ગુરૂના અંતીમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. થરાની જાનીવડા દેવની જગ્યાના કરશનપુરી બાપુના માટીયા પરિવારના સભ્યો સોમનાથ ખાતે સ્વખર્ચે અંદાજે રૂ.7 કરોડનાખર્ચે શિવપુરીધામ બનાવી રહયા છે.તેના માટે રૂ.3 કરોડની જમીનની ખરીદી કરીને તાજેતરમાં કરશનપુરી બાપુના હસ્તે ખાતમૃહૂત કરવામાં આવ્યુ હતુ.

સોમનાથના આ ધામમાં દર્શન માટે આવતા ભરવાડ સમાજના ભાવીકોને રહેવા સહિતની સગવડતા આ ધામમાં કરવામાં આવનાર છે. ખાતમુહૂત કર્યા બાદ કરશનપુરી બાપુ સોમનાથ ખાતે દેવ થઇ જતા તેમના અંતીમ દર્શન અને પાલખી યાત્રા માટે બાપુના નશ્વર દેહને સોમનાથથી થરા લઇ જવામાં આવતો હતો ત્યારે રસ્તામાં સુરેન્દ્રનગર ખાતે ભરવાડ સમાજના મોટી સંખ્યામાં લોકો પોતાના ગુરૂના દર્શન માટે ઉમટી પડયા હતા.

ગુરૂના દર્શન કરી પુજા અર્ચના કરીને સમાજના લોકોએ ગુરૂને અશ્રુભીની આખોએ વિદાય આપી હતી. ગુરૂવારે કરશનપુરી બાપુના દેહને સોમનાથ શિવપુરી ધામ ખાતે સમાધી આપવામાં આવી હતી.જાનીવડા દેવની જગ્યાના મહંત ઘનશ્યામપુરી બાપુએ શોકની લાગણી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...