મતદાનનો બહિષ્કાર:મોરબીના શિવનગર ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો, પંચાસરથી અલગ ગ્રામપંચાયત બનાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના શિવનગર ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો - Divya Bhaskar
મોરબીના શિવનગર ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો
  • આશરે 57 વર્ષથી શિવનગર ગામ પંચાસર ગામથી અલગ થયું છે પરંતુ હજુ સુધી તેમને ગ્રામપંચાયત મળી નથી

મોરબી જિલ્લાના અનેક ગામોમાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. ત્યારે મોરબીના શિવનગર ગામે ગ્રામજનોએ ગ્રામપંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં વિકાસના કાર્યો થાય તે માટે પંચાસર ગામથી અલગ ગ્રામપંચાયત બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી.

મોરબીના પંચાસર ગામની નજીક આવેલા શિવનગર ગામના લોકોએ ચૂંટણીનો સદંતર બહિષ્કાર કર્યો છે. ગામના એકપણ વ્યક્તિએ મતદાન મથકે જઈ મત આપ્યો નથી. ગામજનોની માંગ છે કે, પંચાસર ગામથી અલગ ગ્રામપંચાયત બનાવવામાં આવે, જેથી ગામના કાર્યો સુચારુ રીતે થાય. આશરે 57 વર્ષથી શિવનગર ગામ પંચાસર ગામથી અલગ થયેલું ગામ છે પરંતુ હજુ સુધી તેમને ગ્રામપંચાયત મળી નથી. ગત વખતની ચૂંટણીમાં ગામ સમરસ જાહેર થયું હતું. જોકે, આ વખતે ચૂંટણી યોજાઈ છે, ત્યારે ગામના અગ્રણીઓએ સભા યોજી સર્વાનુમતે મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો. જેનો શિવનગરના લોકો દ્વારા અમલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...