એલર્ટ:ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા સુરેન્દ્રનગરની સાથે 6 ગામના લોકોને એલર્ટ કરાયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદાના નીરથી ડેમ ભરેલો હોય લેવલ મેન્ટેઇન કરવા માટે ડેમ ઓવરફ્લો થઇ શકે છે

સુરેન્દ્રનગર અને વઢાવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી ઉપર ધોળીધજા ડેમ બનાવવામાં આવ્યો છે. ડેમ નર્મદાના નીરથી ભરીને પાણી છેક સૌરાષ્ટ્ર, કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ડેમના પાણીનું લેવલ મેન્ટેઇનની કામગીરી ચાલુ હોય ધોળી ધજા ડેમ છલકાવવાની શક્યતાને લઇને તંત્રે સુરેન્દ્રનગર શહેરની સાથે 6 ગામના લોકોને એલર્ટ રહેવા તાકીદ કરી છે.

ચોમાસાની આ સિઝનમાં ધોળી ધજા ડેમમાં વરસાદી પાણીની ખાસ આવક થઇ નથી. પરંતુ સમયાંતરે નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે ત્યારે રવિવારના દિવસે ડેમમાં નર્મદાનું પાણી કેનાલ મારફતે ઠાલવવામાં આવ્યું હતું. આથી ડેમમાં પાણીની સપાટી હાલના સમયે 80.48 છે. પાણીનું લેવલ મેન્ટેઇન કરવાનું હોય ફ્લડ સેલ દ્વારા ડેમ ઓવરફલો કરવામાં આવે તેવી શકયતા છે.

આથી ભોગાવો નદીમાં પાણી આવી શકે છે. તેના માટે અગમચેતીના પગલા લઇને અધિક કલેક્ટરે સંયુકત પાલિકા અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરીને વિગતો જણાવી કે સુરેન્દ્રનગર વઢવાણ શહેરની સાથે રતનપર, જોરાવરનગરના વિસ્તારો ઉપરાંત ખમીસણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા, શિયાણી સહિતના ગામના લોકોને નદીમાં અવર જવર ન કરવા માટે તાકીદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...