રજૂઆત:રીવરફ્રન્ટ પર દબાણ હટાવવાના નિર્ણયને રોકવા લોકોની માગણી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારે દબાણ હટાવવા હુકમ કર્યો હતો
  • સમસ્ત મીયાણા સમાજ મહામંડળે સુરેન્દ્રનગર પાલિકા તથા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી

સુરેન્દ્રનગર પાલિકા કચેરી તથા કલેક્ટર કચેરીમાં સમસ્ત મીયાણા સમાજ મહામંડળની આગેવાનીમાં રીવરફ્રન્ટ પર રહેતા રહીશોએ રજૂઆત કરી હતી.જેમાં રીવરફ્રન્ટ પર દબાણ હટાવવાના મામલતદારના નિર્ણયને અટકાવવા હુકમ કરવા માંગ કરી હતી.જ્યારે રહીશોને 100 ચોરસવાર પ્લોટ ફાળવવા માટે પણ માંગ કરાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી તથા પાલિકામાં સીઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડની આગેવાનીમાં સમસ્ત મીયાણા સમાજના પ્રમુખ કાસમભાઇ કટીયા, ઉપપ્રમુખ રહીમભાઇ ભટ્ટી, પાલિકા સભ્ય આદમભાઇ જામ સહિતનાએ આવેદન પાઠવ્યુ હતુ.જેમાં જણાવ્યા મુંજબ મીયાણા સમાજ વિચરતી વિમુક્ત જાતીમાં આવીએ છીએ.પછાત વર્ગના અને મજુરી ભંગાર વિણી પરીવારનુ ગુજરાન ચલાવીએ છીએ.

મામલતદાર દ્વારા અગાઉ નોટીસ આપવામાં આવી હતી.જેમાં વાંધા રજૂ કરવામાં આવતા મામલતદારે આવેદનમાં સહિ કરનાર સામે પેશકદમી દાખલ કરી દબાણ ખાલી કરવા અને દંડની રકમનો હુકમ કર્યો હતો.જેની ભરપાઇ કરવા તૈયાર છીએ સરકાર અમારા સમાજને 100 ચોરસવાર પ્લોટની ફાળવણી કરવામાં આવતી હોય છે.આથી હુકમ કરવાની સત્તા કલેક્ટર પાસે હોવાથી ફાળવવામાંગ છે.અગાઉ નગરપાલિકા ઠરાવમાં આ જમીન દર ચોવાર1ના દરે આપવાનો ઠરાવ કર્યો છે.જેમુંજબ જમીન ફાળવણી કરવાની છે.

રીવરફ્રન્ટ હમણા બન્યો છે. જ્યારે અમો 1970થી જગ્યાપર રહીએ છીએ.આ અંગેની હાઇકોર્ટમાંપણ નિર્ણટ અટકાવવા હુકમ કરવા અરજ કરી છે.જેની પ્રથમ નોટીસ પશુપાલન અને ગ્રામોધોગ સરકાર તરફથી કુંવરજી બાવળીયાના લેટરપેડ પર લેખીત રજૂઆત છે.જ્યાં સુધી રહેણાંક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નિર્ણય સ્થગીત રાખવા માંગ કરાઇ હત

અન્ય સમાચારો પણ છે...