તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:250 અને 150 મીટરના વિસ્તારમાં ખાનગી વાહનોથી લોકો ત્રસ્ત

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના ST સ્ટેન્ડથી 150 મીટરની ત્રિજ્યામાં ખાનગી વાહનોને પ્રતિબંધ છે

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા એસટી ડેપો વિસ્તારમાં તેમજ એસટી બસ સ્ટેન્ડની આજુબાજુ ખાનગી વાહનો ઊભા રહે છે. મુસાફરોની ગેરકાયદે હેરાફેરીથી એસટી નિગમને આર્થિક નુકસાન થતું હોય છે. આથી એસટી ડેપો અને એસટી બસ સ્ટેન્ડોની આજુબાજુમાં ખાનગી વાહનો પાર્કિંગ ન કરે તે જરૂરી છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી માંગ ઊઠી છે.

ત્યારે જિલ્લાના સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા એસટી ડેપોના વિસ્તારથી 250 મીટરની ત્રિજ્યામાં તેમજ મૂળી, સાયલા, ચોટીલા, થાનગઢ, સરા, રાજસીતાપુર, બજાણા, પાટડી, દસાડા તેમજ લખતર,વઢવાણ એસટી સ્ટેન્ડના વિસ્તારથી 150 મીટરની ત્રિજ્યામાં ખાનગી પેસેન્જર્સ વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ડિલવરી વાહન, ખાનગી જીપકાર,મેટાડોર, ટેક્ષી, રિક્ષા, છકડો રિક્ષા સહિતના વાહનો માટે નો-પાર્કિંગ વિસ્તાર પણ જાહેર કરાયો છે. બી-ડિવિઝન પીએસઆઈ બી.બી.રાઠૌરે જણાવ્યું કે, સુરેન્દ્રનગર એસટી ડેપોની આજુબાજુ અવારનવાર ચેકિંગ કરી ખાનગી વાહનોને પણ નિયમ પ્રમાણે દૂર કરાય છે.

એસટી તંત્રની ઉદાસનીતા
જિલ્લામાં એસટી તંત્ર મોટા ભાગે ખોટ ખાઇને બસો દોડાવી રહી છે. ખાનગીવાહનોમાં પણ મુસાફરોની અવરજવર વધી છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ જે નિયમો હોય છે તેનું પાલન કરાવવામાં પણ એસટી તંત્ર ઉદાસનીતા દાખવતી હોવાનું બહાર આવ્યું છે. વિજીલન્સની ટીમનું ચેકિંગ તેમજ સ્થાનિક કક્ષાએ બસ ડેપો બહાર જ સિક્યુરિટી ગાર્ડ સહિતના માણસો મૂકીને તેની પાલન કરાવવા જરૂરી બન્યું છે.

આ ડેપો નિયમોની ઐસીતૈસી
સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા ઉપરાંત જિલ્લાના એસટી સ્ટેન્ડ જેમાં મૂળી, સાયલા, થાનગઢ, સરા, રાજસીતાપુર, બજાણા, પાટડી, દસાડા લખતર સહિતના સ્થળો પર ખાનગી વાહનોના અડીંગાઓ થતા હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે આવા સ્થળોએ ચેકિંગ સાથેની કાર્યવાહી કરવા લોકમાંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...