પાલિકામાં રજૂઆત:ડાંગસિયાની સોસાયટીમાં ગટર લાઇન નાંખવાના અધૂરા કામથી લોકો પરેશાન

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઇ
  • જો કામ પૂરું નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

વઢવાણના ડાંગસિયા વસાહત સોસાયટીમાં 6 ગલીમાં ગટર લાઇન નાંખવાના અધુરા કામને કારણે રહીશો પરેશાન થઇ રહ્યા છે. આથી પાલિકામાં લેખિત રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. જો તેમ નહીં કરવામાં આવે તો ન છૂટકે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર શહેરના છેવાડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે વઢવાણ વોર્ડનં.7ના ડાંગસિયા વિસ્તારમાં ગટરના અધૂરાકામને લઇ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે પાલિકા કચેરીમાં જાદવ વિનોદરાયે લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ ડાંગસિયા વિસ્તારમાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ બાદ ગટરની લાઇન નાંખવાનું કામ ચાલુ થયુ હતુ. પરંતુ અમારા વિસ્તારની 6 ગલીઓમાં ગટરની લાઇન બાકી રાખી કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ થયુ છે.

કહેવામાં આવી રહ્યુ છે કે વિસ્તારની 6 ગલીમાં કામ બાકી હોય અને કામ પૂરૂ કેવી રીતે કહેવાય. અધુરા કામને લઇ વરસાદી અને ગંદા પાણી ભરાઇ રહેતા લોકોને રોગચાળાનો ભય રહે છે. જ્યારે વિસ્તારમાં પાકા દબાણો અંગે પણ રજૂઆત કરી છે. સાથે સાથે રસ્તા બનાવવા પણ રજૂઆત કરી છે. પરંતુ સમસ્યાનું નીરાકરણ આવ્યુ નથી.જો હજુ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ન છુટકે આંદોલનનો સહારો લેવો પડશે તેવી ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...