પેન્શન સહાય યોજના:દરમહિને 1250 લેખે 23,689 બહેનને 29,611,250નું પેન્શન

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાભાર્થી મહિલાઓને કલેક્ટરના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. - Divya Bhaskar
લાભાર્થી મહિલાઓને કલેક્ટરના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા.
  • 23 હજારથી વધુ ગંગાસ્વરૂપ બહેન માટે પેન્શન સહાય યોજના

સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા વિધવા મહિલાઓ માટે ગંગાસ્વરૂપ સહિત મહિલા લક્ષી યોજનાઓનો લાભ મળે માટે અભિયાન હાથ ધરાયું છે.જેમાં રૂ.1250 સહાય અપાય છે. જેના આર્થિક લાભ થકી સહાયનો સધિયારો મળી રહે માટે પ્રયાસ હાથ ધરાયા છે. જે અન્વયે જિલ્લાના 23,689 બહેનને હાલ સુધીમાં યોજના હેઠળ આવરી લેવાયા છે.

જિલ્લા બાળ વિકાસ અધિકારીએ શૈલેષભાઇ અંબારિયાએ જણાવ્યું કે ગંગાસ્વરૂપ યોજના હેઠળ મળતી સહાયમાં સુધારા કરી રૂ.1250ની માસીક સહાય અપાય છે.જે સીધી પોસ્ટ ખાતામાં જ જમા થાય છે. જેમાં પહેલા 21 વર્ષનો પુત્ર થાય તો સહાય બંધ કરાતી હતી. તે શરત રદ કરી આજીવન સહાય અપાય છે.

ગ્રામ્ય વિસ્તાર માટે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક1,20,000 અને શહેરી વિસ્તાર માટે1,50,000 હોવી જોઇએ. સપ્ટેબર 2021 સુધી 23,689 મહિલાઓને આવરી લેવાઇ છે. સહાયનો લભા લેવા મામલદાર કચેરીઓએ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવાનું રહેશે.

બાકી બહેનોને આવરી લેવાશે
તાલુકા વાઇઝ મહિલાઓને સહાય મળે માટે મામલતદારને સૂચના અપાઇ છે. જિલ્લાની દરેક ગંગાસ્વરૂપ બહેનોને લાભ મળે તેવા પ્રયાસો હાથ ધરાય છે. બાકી રહેતા મહિલાઓ પણ લાભ મેળવવા જિલ્લા અથવા તાલુકા કક્ષાએ અધિકરીનો સંપર્ક કરે તે જરૂરી છે. - એ.કે.ઔરંગાબાદક, જિલ્લા કલેક્ટર

અન્ય સમાચારો પણ છે...