તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહનચાલકોમાં રોષ:વઢવાણના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ ત્રાહિમામ્

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સર્કલો પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે
 • પોલીસ, હોમગાર્ડ હોવા છતાં ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના અનેક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે. ત્યારે અંદાજે ત્રણથી ચાર મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો કાયમ રહેતા વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો. વઢવાણ ઉપાસના સર્કલ, ગેબનશા સર્કલ, ધોળીપોળ, શિયાણીપોળ, લીંબડી તરફના રોડ પર વારંવાર ટ્રાફિક જામ સર્જતા વિસ્તારના રહીશો અને દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

આ ઉપરાંત દોદરકોઠાથી શિયાણીપોળ સુધી દિવસ દરમિયાન ચાર થી પાંચવાર વાહનોની લાંબી કતારો લાગી જતાં લોકોને હાલાકી પડી રહી છે. આ અંગે પરસોતમભાઈ, ઇશ્વરભાઈ, ભરતભાઈ વગેરે જણાવ્યું કે, ઉપાસના સર્કલ, માર્કટેંગ યાર્ડની ચોકડી ઉપર ચારેય દિશાઓમાંથી વાહનો આવી રહ્યા છે. જ્યારે ધોળીપોળથી શિયાણીપોળ સુધી દિવસે દિવસે વાહનવ્યવહાર વધી ગયો છે. જેના કારણે વાહનોની આવનજા માટે આ રસ્તો હવે ટૂંકા પડી રહ્યો છે. એક સાથે બે વાહનો સામસામે આવી જતાં રસ્તા પર વાહનોની લાઈનો લાગી જાય છે.

ધોળીપોળ અને શિયાણીપોળ તેમજ લીંબડી રોડ તરફ પોલીસ કે હોમગાર્ડ હોવા છતાં ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર રહે છે. જ્યારે ગણપતિ ફાટક, દૂધની ડેરી પુલ સહિતના રસ્તાઓ પર ટ્રાફિકજામ થતા વાહનચાલકોને તકલીફ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો