ટ્રાફિક સમસ્યા:સુરેન્દ્રનગર ડેપોના ગેટ આગળ વાહનોના અડીંગાથી ટ્રાફિક સર્જાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ડેપોના ગેટ આગળ વાહનોના અડીંગાથી ટ્રાફિક સર્જાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન - Divya Bhaskar
સુરેન્દ્રનગર ડેપોના ગેટ આગળ વાહનોના અડીંગાથી ટ્રાફિક સર્જાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન
  • ગેટ આગળ જ વાહનો તેમજ એક જ ગેટ પરથી બસો આવ-જા કરતી હોવાથી અકસ્માતનો ભય

સુરેન્દ્રનગર એસટી ડેપોના 2માંથી 1 ગેટ કાર્યરત છે. ત્યારે હાલ ખુલ્લા ગેટ આગળ જ ખાનગી વાહનો અને રિક્ષાઓના અડીંગાથી ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે. એક જ ગેટ પરથી બસો આવ-જા કરતી હોવાથી કોઈ અકસ્માત થાય તે પહેલાં કાર્યવાહીની માંગ ઊઠી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે અને થોડી થોડી બસો ચાલુ થતા બે ગેટમાંથી એક ગેટ બંધ કરીને સેવા શરૂ કરાઈ હતી.

ત્યારબાદના પોણા બે વર્ષ બાદ બંધ ગેટને ચાલુ કરાયો હતો. જોકે, બાદમાં ફરી ચાલુ ગેટને બંધ કરાયો હતો. પરિણામે જે ગેટ હાલ ચાલુ છે. તેની આગળ જ રિક્ષાઓ તેમજ તેની સામેના રોડ ઉપર ખાનગી વાહનોના અડીંગાઓથી રાહદારીઓ, વાહનચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હોવાની રાવ ઊઠી છે. આ અંગે મોહન પરમાર, મહેન્દ્ર મકવાણા, લલિતાબેન, પુષ્પાબેન વગેરે જણાવ્યું કે, ગેટ આગળ જ વાહનો અને ગેટની અંદર-બહાર જતી બસોના કારણે અકસ્માતનો ભય રહે છે. આથી ગેટ આગળ જ જો પોલીસ કે હોમગાર્ડ જવાન મૂકવામાં આવે તો કોઇ મોટી દુર્ઘટના અટકી શકે.

અન્ય સમાચારો પણ છે...