તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:દર્દીઓએ કોરોના સામે જીત મેળવવાનો દૃઢ સંકલ્પ લેવો જોઇએ : ઋષિકેશ સ્વામી

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીમારીને હરાવવા શારીરિક જેટલું જ માનસિક સ્વાસ્થય જાળવવું જરૂરી
 • હાલની સ્થિતિમાં જીવન ઉલ્લાસપૂર્વક કેમ જીવી શકાય તે માટે ઓનલાઇન સેમિનાર યોજાયો, જેમાં સંતો, મનોવિજ્ઞાન પ્રોફેસર સહિત છાત્રો જોડાયા

સુરેન્દ્રનગર એમ.પી.શાહ કોલેજમાં મનો વિજ્ઞાન વિભાગ દ્વારા આચાર્ય ડો.અમિત મિશ્રાની પ્રેરણાથી હાલની સ્થિતિમાં જીવન ઉલ્લાસ પૂર્વક કેમ જીવી શકાય તે માટે ઓનલાઇન સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં હરેકૃષ્ણ મંદિર અમદાવાદના ઋષિકેશપ્રમુખ સ્વામીએ હાલની પરિસ્થિતને ધ્યાને લઇ જણાવ્યુ કે ભગવદ્ ગીતાએ માત્ર ધાર્મિક પુસ્તક નહીં જીવન જિવવાની કળા છે અર્જુને જ્યારે કૌરવો સામે હથીયાર મુકી દઇ લડવાની ના પાડી ત્યારે શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતા જ્ઞાનથી જ અર્જુનને લડવા તૈયાર કર્યા હતા.

તેમ કોરોના સામેની લડાઇમાં પણ ભગવદ્ ગીતામાંથી પ્રેરણા લઇ અર્જુનની જેમ કોરોનાની સામે કોઇપણ સ્થિતિમા લડી જીત મેળવવાનો દ્રઠ સંકલ્પ લેવો જોઇએ. જ્યારે ડો.હિતશ વાઢીયાએ જણાવ્યુ કે હાલ પોઝિટિવ કરતા નેગેટિવ પોસ્ટ વધુ જોવા મળતી હોવાથી આવા સોશિયલ મિડીયાથી દુર રહી સારા અને નોલેજ વધારતા સમાચારોથી વાકેફ રહી નેગેટીવિટી ફેલાવાથી દુર રહી શકાય છે.

કોઇપણ બીમારીમાંથી સાજા થવા મજબૂત મનોબળ મદદરૂપ
કોઇપણ બિમારીમાં દવા સાથે મજબુત મનોબળ પણ દર્દીને ઝડપી સાજા થવામાં મદદરૂપ થાય છે. કોરોના સામે માનસીક મજબુતી વધારવા અચેતન મન ઉપયોગી થાય તેમ છે. માનવીના મગજના 90 ટકા અચેતન મન અને 10 ટકા ચેતન મન હોય છે. અચેતનમન શ્વાસો સ્વાસ, હ્રદયના ધબકારા સહિત માનસીક સ્વાસ્થય માટે કામ કરે છે.

અચેતન મન આપણા વિચારો મુંજબ રીસપોન્સ કરતુ હોવાથી આપણે કોઇ પણ સ્થિતિમાં રોગો સામે લડવાની માનસીક મજબુતી પ્રદાન કરે છે. કોરોના પણ રોગ છે જેમાંથી ઘણા લોકો સ્વસ્થ થયા છે. આથી દર્દીઓએ સકારાત્મક વિચારો રાખવાથી શરીરપણ સકારાત્મક પરીણામો આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો