તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓએ વેઠવી પડી રહી છે હાલાકી

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓએ વેઠવી પડી રહી છે હાલાકી - Divya Bhaskar
લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓએ વેઠવી પડી રહી છે હાલાકી
  • નેશનલ હાઈવે પરનું શહેર હોય અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે

લીંબડી નેશનલ હાઇવે 8 પરનું શહેર છે ત્યારે અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ નહીં હોવાથી દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

લીંબડી એટલે નેશનલ હાઇવે 8 પરનું શહેર છે ત્યારે અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે લીંબડી હોસ્પિટલ ની બેદરકારી સામે આવી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કેમ કે કોરોના કાળ દરમિયાન વગર વિમાની લીંબડી હોસ્પિટલની એમ્બ્યુલન્સે પલ્ટી મારી હતી પણ સદનસીબે કોઇ જાન હાની થવા પામી ન હતી. ત્યારે આજે વળી વધુ એક બેદરકારી સામે આવી હતી જેમાં લીંબડી સિવિલ હોસ્પિટલની ઈકકો કાર જે એમ્બ્યુલન્સના સ્વરૂપમાં છે તેનો વિમો 22/8/21 ના રોજ પુરો થઈ જવા પામ્યો છે.

આ બાબતે બેન્કમા વિમાનો ચેક જે આપવામાં આવ્યો હતો તે બાઉન્સ થયો છે જે વિગત લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ વહિવટી ઓફિસ માંથી જાણવા મળી હતી તો સવાલ હવે એ થાય છે કે શું વહિવટી કચેરી વીમો પુરો થયો ત્યાં સુધી શું કરતી હતી ત્યારે એમ્બ્યુલન્સ નહીં હોવાને કારણે ગરીબ દર્દીઓ સારવાર અર્થે સુરેન્દ્રનગર, રાજકોટ કે અમદાવાદ જવું હોય કે ઈમરજન્સી કેસ હોય તો બહારથી પ્રાઈવેટ એમ્બ્યુલન્સ મંગાવી પડે છે, ત્યારે કહી શકાય કે લીંબડી હોસ્પિટલની ધોર બેદરકારી છે કે મીલીભગત આવા સવાલ ઉભા થતા જોવા મળે છે‌.

અન્ય સમાચારો પણ છે...