દર્દીઓ પરેશાન:વઢવાણ સરકારી દવાખાનમાં ડોકટરોના અભાવે દર્દીઓ પરેશાન

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબોના અભાવે ખાનગી દવાખાને જવાનો વારો આવી રહ્યો છે

વઢવાણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે. જેમાં ગાયનેક, આંખ સહિતના તબીબોના અભાવે ખાનગી દવાખાને જવાનો વારો આવી રહ્યો છે. જ્યારે અધિક્ષક સહિતની જગ્યા કાયમી ધોરણે ભરાય તેવી વઢવાણ અસ્મિતા મંચે માગણી કરી છે.

વઢવાણના રાજવી જોરાવરસિંહજીએ દવાખાના માટે જમીન ફાળવી હતી. આથી જોરાવરનસિંહજી સામુહિક આરોગ્ય કેન્દ્ર નામ અપાયુ છે. આ દવાખાનામાં સાધનો અને પ્રાથમિક સુવિધા છે પરંતુ ડોક્ટર ન હોવાથી દર્દીઓ ધરમ ધક્કો ખાવો પડી રહ્યો છે. વઢવાણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષકની જગ્યા ખાલી કે ઇન્ચાર્જ રાજ ચાલતુ હોય છે.

જ્યારે મહિલાઓના ડોક્ટર ન હોવાથી મહિલાઓને અન્ય ડોક્ટરો પાસે તોતીંગ ફી ભરવી પડી રહી છે. જ્યારે આંખના ડોક્ટર ન હોવાથી તમામ સુવિધા હોવા છતા નંબરોની તપાસણી કે આંખની તપાસ થઇ શકતી નથી. આ અંગે વઢવાણ અસ્મિતા મંચના કાર્યકરોએ જણાવ્યુ કે વઢવાણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષક ઇન્ચાર્જ હોવાથી દર્દીઓ પરેશાન છે. જ્યારે ગાયનેક ડોક્ટર અને આંખના ડોક્ટર જ નથી. વઢવાણ દવાખાનામાં દાક્તરોના અભાવે દર્દીઓને ન છુટકે ખાનગી દવાખાનામાં શરણ થવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...