નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ:પાટડીની જૈનાબાદ હાઇસ્કૂલમાં તેના સ્થાપના વર્ષથી લઇને અત્યાર સુધીના તમામ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૈનાબાદ હાઇસ્કૂલમાં તેના સ્થાપના વર્ષથી લઇને અત્યાર સુધીના તમામ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન - Divya Bhaskar
જૈનાબાદ હાઇસ્કૂલમાં તેના સ્થાપના વર્ષથી લઇને અત્યાર સુધીના તમામ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન
  • સ્કૂલ માટે એક ગૌરવની વાત એ છે કે હાલ પણ આ તમામ નિવૃત કર્મચારીઓ હયાત છે
  • સ્થાપના વર્ષ 1974થી અત્યાર સુધીમાં નિવૃત થયેલા તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું

પાટડી તાલુકાના જૈનાબાદ હાઇસ્કૂલના તમામ નિવૃત્ત કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના સ્થાપના વર્ષ 1974થી અત્યાર સુધીમાં નિવૃત થયેલા શાળાના આચાર્ય, શિક્ષકો, કલાર્ક અને સેવકગણને એકમંચ ઉપર બોલાવીને તમામ કર્મચારીઓનું સન્માન કરવામા આવ્યું હતું.

પાટડી તાલુકાના જૈનાબાદની શ્રીમતી ઝુબેદાબેગમ હાઈસ્કૂલ ખાતે શાળાના સ્થાપના વર્ષ 1974થી અત્યાર સુધીના તમામ નિવૃત કર્મચારીઓનો સન્માન સમારોહ શ્રી અઝીઝ મોહંમદખાનજી શૈક્ષણિક અને સામાજીક કલ્યાણ ટ્રસ્ટ, જૈનાબાદ વતી રાખવામાં આવ્યો હતો. જેમાં શાળાના સ્થાપના વર્ષ 1974થી અત્યાર સુધીમાં નિવૃત થયેલા શાળાના આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકગણને એકમંચ ઉપર બોલાવીને તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ મહંમદ શબ્બીર મલિક (જૈનાબાદ સ્ટેટ) તથા ઉપપ્રમુખ ધનરાજ મલિક તથા ટ્રસ્ટ મંડળના સભ્યો, હાઈસ્કૂલના આચાર્ય ટી.જી. મલેક સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

આખા ગુજરાતમાં કદાચ આ એક જ એવું ટ્રસ્ટ મંડળ હશે કે જેણે તેમની સ્થાપના વર્ષથી અત્યાર સુધીના તમામ કર્મચારીઓને બોલાવીને સન્માનિત કર્યા હતા. અને એમાંય આ સ્કૂલ માટે એક ગૌરવની વાત એ છે કે, હાલ પણ આ તમામ નિવૃત કર્મચારીઓ હયાત છે. હાઈસ્કૂલના પ્રમુખ મહંમદ શબ્બીર મલિક દરબારે આ પ્રસંગે શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવાનુ લોકોને સુચન કર્યું હતું. જેમાં ખાસ કરીને દીકરીઓને વધુ શિક્ષિત બનાવવા માટે વાલીઓને જાગૃત થવા પર ભાર મુક્યો હતો. શાળાના તમામ ભૂતપૂર્વ શિક્ષકોએ પણ આ પ્રસંગે પોતાનો ભૂતકાળ વાગોળીને જૂના સંસ્મરણો યાદ કરી પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ શાળાની મદદ માટે હંમેશા તત્પર રહેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...