પાટડીના શ્રી સિધ્ધિ વિનાયક મંદિરના એક વર્ષમાં અકાળે મોતને ભેટેલા સ્વયંસેવકોનો શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સુંદરકાંડના આયોજન સાથે શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં હતા.
પાટડીના શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના પાયાથી માંડીને છેક સુધી જે સ્વયંમ સેવકોએ સેવા આપી હતી. એ બધા કોરોનાના કારણે, બિમારીને કારણે કે અકસ્માતમાં અકાળે મોતને ભેંટ્યાં હતા. એમને શ્રધ્ધાંજલી આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટડીના શ્રી સિદ્ધિવિનાયક મંદિરના રાજુભાઇ શર્મા, મોન્ટુભાઇ ઠક્કર સહિતના તમામ સભ્યો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય દિલીપભાઈ પટેલ, પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઈ પરીખ, તાલુકા પંચાયતના પ્રમુખ ધવલભાઈ પટેલ, નગરપાલિકાના સભ્ય હિતેશભાઈ રાવલ અને શ્વેતાબેન ઠક્કર સહિત બહોળી સંખ્યામાં નગરજનો અને સ્વર્ગસ્થ સ્વયંસેવકોના પરિવારજનોએ ખાસ હાજરી આપી હતી. જેમાં યોગેશ શર્મા અને સિધ્ધાર્થ શુકલા સહિતની ટીમ દ્વારા સુંદર કાંડ અને હનુમાન ચાલિસાના પાઠનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં પાટડી શ્રી સિધ્ધિ વિનાયક મંદિરના અકાળે મોતને ભેંટેલા સભ્યો સ્વ. રામવલ્લભભાઇ શર્મા, સ્વ.રમેશજી આસોપા, સ્વ.રાજેન્દ્રજી પારીક, સ્વ.ગોવિંદભાઇ પટેલ, સ્વ. ગણપતલાલ પરીખ, સ્વ. ધર્મેન્દ્રભાઇ પરીખ, સ્વ. રમેશભાઇ ગોવાણી, સ્વ. પરેશભાઇ હાલાણી અને સ્વ. દેવાભાઇ રાવળને હાજર સૌ આગેવાનો અને નગરજનો સાથે બે મિનીટના મૌન સાથે શ્રધ્ધાંજલી કાર્યક્રમ સાથે શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે આ કાર્યક્રમમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં અકાળે મોતને ભેંટેલા 134 લોકોને પણ શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.