તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:પાટડીના બજાણાના 12 પાસ યુવાને ભંગારના સાધનોમાંથી કોઠાસૂઝથી બુલેટ બનાવ્યું

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
પાટડીના બજાણાના 12 પાસ યુવાને ભંગારના સાધનોમાંથી કોઠાસૂઝથી બુલેટ બનાવ્યું
  • આ યુવાનની ઇચ્છા રણમાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક જીપ્સી દોડતી થાય એવી છે

ગુજરાતનાં ખુણેખુણાના ગામડાઓમાં અનોખી પ્રતિભાઓ ધરોબાયેલી પડી છે જેનુ તાદ્રશ્ય ઉદાહરણ પાટડી તાલુકાના બજાણા ગામના માત્ર 12 ચોપડી પાસ યુવાને પોતાની આગવી કોઠા સૂઝથી વર્ષો જૂની ભંગારના સાધનોમાંથી 70થી 75 કિ.મી.ની એવરેજ આપતુ મોડીફાય કરેલુ બુલેટ બનાવ્યું છે. આ યુવાનની ઇચ્છા આગામી દિવસોમાં એણે બનાવેલા ઇલેક્ટ્રિક બાઇક અને જીપ્સી રણમાં દોડતી થાય એવી છે.

હિમાલય પર જઇને પણ બરફ વેચી આવવા સુધીનો દ્રઢ સંકલ્પ ધરાવતા બજાણા ગામના માત્ર 12 ચોપડી પાસ ઇમરાન મલેકે પોતાની આગવી કોઠાસૂઝથી પોતાની પાસે પડેલા વર્ષો જૂના બાઇકના ભંગાર સાધનોને પોતાની આગવી કોઠાસૂઝથી મોડીફાય અને કલર કરીને પોતાના મિત્ર માટે અત્યાધુનિક બુલેટ બનાવવામાં સફળતા મેળવી છે.

બજાણાના ઇમરાન મલેકે આ પ્રોજેક્ટ પાછળ રોજના પાંચથી છ કલાક ફાળવીને માત્ર 3થી 4 મહિનામાં જ 70થી 75 કિ.મી.ની એવરેજ આપતું અત્યાધુનિક બુલેટ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ અંગે બજાણાના 12 ચોપડી પાસ ઇમરાન મલેકે જણાવ્યું કે, જેમ પહાડી વિસ્તારોમાં લોકોમાં બુલેટ ચલાવવાનો આગવો ક્રેઝ હોય છે. એમ મારી ઇચ્છા છે કે, મારા બનાવેલા ડિઝલ બુલેટ રણમાં દોડતા જોવા મળે. આ કામમાં મારી મદદે ફેબ્રિકેશનના કામમાં રાજુભાઇ મીસ્ત્રી, બુલેટને કલરકામમાં ઇબ્રાહિમભાઇ અને ઓટો કેર સોફ્ટવેર માટે મારા મિત્ર શ્રીજેશ પંચાલે મદદ કરી હતી.

આગામી પ્રોજેક્ટ રણ માટે ઇલેક્ટ્રિક જીપ્સી બનાવનો આ અંગે 12 ચોપડી પાસ ઇમરાન મલેકે જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાઆ બુલેટમા જે પાર્ટ દેખાઈ રહ્યા છે. એ બધા જુના પાર્ટને કલર અથવા બફિંગ કરીને ફિટ કરેલા છે. હવે જે પાર્ટ લાગશે એ બધા નવા આવશે. હવે મારી ઇચ્છા હું રણમા ટુરિસ્ટને ફેરવવા માટે ઇલેક્ટ્રિક જીપ્સી કરવાનું વિચારી રહ્યો છુ. એનાથી વેર‍ાન રણમાં ફોટોગ્રાફરોને પક્ષીઓની વધુ નજીક જઇ શકાશે અને પ્રદૂષણ પણ શૂન્ય રહશે અને સાથે અવાજ ન હોવાને કારણે પક્ષીઓને ડિસ્ટર્બ પણ નહીં કરે.

અન્ય સમાચારો પણ છે...